આજથી 44 વર્ષ પહેલા દેશમાં ઇમરજન્સી લગાવવામાં આવી હતી. 25 જૂન 1975ની મોડી રાત્રે કટોકટીની જાહેરાત કરાઇ હતી. જે 21 માર્ચ 1977 સુધી ચાલી હતી. જાણો કટોકટીને લઇને હકીકત
1. તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરૂદીન અલી અહમદે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકારની ભલામણ પર ભારતીય બંધારણની કલમ 352 મુજબ દેશમાં કટોકટીની ધોષણા કરી હતી. 26 જૂનના રોજ રેડિયો દ્વારા આ મેસેજ મોકલવામાં આવ્યો હતો.
2. આકાશવાણી પર પ્રસારીત મેસેજમાં ઇન્દિરા ગાંધીએ કહ્યું હતુ કે જ્યારે મે દેશની મહિલાઓના ફાયદા માટે પગલા ભર્યા છે, ત્યારથી મારા વિરૂદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ હતું.
3. કટોકટીની પાછળ સૌથી મહત્વનું કારણ એ હતુ કે 12 જૂન 1975 ઇલાહાબાદ હાઇકોર્ટ તરફથી ઇન્દિરા ગાંધી વિરૂદ્ધ નિર્ણય આપવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ નિર્ણય 12 જૂન 1975ના રોજ લેવામાં આવ્યો હતો.
4. ઇલ્હાબાદ હાઇકોર્ટે ઇન્દિરા ગાંધીને રાયબરેલીથી ચૂંટણી અભિયાનમાં સરકારી મશીનરીનો દુરઉપયોગ કરવા બદલ દોષિત જાહેર કર્યા હતાં. સાથે તેની ચૂંટણીને પણ કેન્સલ કરી હતી. એટલુ જ નહીં, ઇન્દિરા ગાંધી પર 6 વર્ષ સુધી ચૂંટણી લડવા અથવા કોઇ પદ સંભાળવા પર પાબંધી લાદી દીધી હતી.
5. તે વખતે જજ જગનમોહનલાલ સિન્હએ નિર્ણય સંભળાવ્યો હતો. પરંતુ 24 જૂન 1975 સુપ્રીમ કોર્ટે આદેશને જારી રાખ્યો હતો, પરંતુ ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન પદ પર રહેવાની પરવાનગી આપી હતી.
6. જણાવવામાં આવી રહ્યું છે કે કટોકટીના સમયે લોકોના મૌલિક અધિકારો પર રોક લગાવી દીધી હતી.
7. સુપ્રીમ કોર્ટે 2 જાન્યુઆરી 2011 ના રોજ સ્વિકાર કર્યો હતો કે દેશમાં કટોકટીના સમયે કોર્ટે પણ લોકોના અધિકારોનું અપમાન કર્યુ હતું. કટોકટી લાગુ પડતા આંતરિક સુરક્ષા કાયદા હેઠળ રાજકીય વિરોધીઓની ધરપકડ કરવામાં આવી હતી.
8. ધરપકડ કરેલાઓમાં જયપ્રકાશ નારાયણ, જોર્જ ફર્નાંડિસ અને અટલ બિહારી વાજપેય પણ શામેલ હતા. 21 મહીના સુધી ઇન્દિરા ગાંધી દેશમાં કટોકટી ચાલુ રાખી હતી તે સમયે વિપક્ષી નેતાઓને જેલમાં મોકલ્યા હતા.
9. કટોકટી લાગૂ કર્યા બાદ લગભગ બે વર્ષ પછી વિરોધી ઉગ્ર બનેલા જોઇ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ લોકસભા ભંગ કરી ચૂંટણી લડવાની ભલામણ કરી દીધી હતી.
10. કહેવામાં આવી રહ્યું છે કે કટોકટીના સમયે સંજય ગાંધી અને તેના મિત્રની ટુકડી જ દેશને ચલાવી રહ્યા હતા અને તેને ઇન્દિરા ગાંધીને એક તરફથી કબ્જામાં કરી લીધા હતા.