ચૂંટણી પંચે વ્યક્ત કરેલી આશંકા મુજબ જોઈએ તો આ વખતે લોકસભા ચૂંટણીમાં પરિણામમાં એક દિવસ વધુ લાગશે કારણ કે, આ લોકસભા ચૂંટણીમાં 5 ગણા વધું વીવીપેટની સરખામણી કરવાની હોય જેને લઈ કામ વધી જશે તેથી એવી આશંકા વ્યક્ત કરી છે કે, આ પરિણામ એક દિવસ મોડું એટલે કે 24 મેના રોજ આવી શકે. જો કે, આ અંગે હજુ ચૂંટણી પંચે આધિકારીક રીતે કોઈ જાહેરાત કરી નથી.
આપને જણાવી દઈએ કે, આ વખતે 2019 લોકસભા ચૂંટણીમાં કુલ સાત તબક્કામાં મતદાન થવાનું છે જેને લઈ પાંચ તબક્કાના મતદાન તો પૂર્ણ થઈ ગયા છે હવે આગામી છઠ્ઠા તબક્કાનું મતદાન 12 મેના રોજ થશે અને છેલ્લું મતદાન 19મેના રોજ હશે.