ETV Bharat / bharat

કમલનાથ ન રહ્યા સ્ટાર પ્રચારક, ચૂંટણી પંચે છીનવ્યો દરજ્જો - ચૂંટણી પંચ

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાખ હવે કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારક રહ્યા નથી. ચૂંટણી પંચે કમલનાથનો સ્ટાર પ્રચારક તરીકેનો દરજ્જો છીનવી લીધો છે. આયોગે આદેશમાં કહ્યું કે, જો કમલનાથ ચૂંટણી પ્રચાર કરશે, તો સંબંધિત વિધાનસભા ક્ષેત્રના ઉમેદવારે પ્રચારનો ખર્ચ ભોગવવો પડશે.

કમલનાથ નથી રહ્યા સ્ટાર પ્રચારક, ચૂંટણી પંચે છીનવ્યો દરજ્જો

author img

By

Published : Oct 30, 2020, 6:01 PM IST

Updated : Oct 30, 2020, 7:03 PM IST

  • હવે કમલનાથનું નામ સ્ટાર પ્રચારકની યાદીમાંથી બહાર
  • ચૂંટણી પંચે છીનવી લીધો દરજ્જો
  • કમલનાથે કરી હતી વિવાદિત ટીપ્પણી

ભોપાલઃ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાખ હવે કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારક રહ્યા નથી. ચૂંટણી પંચે કમલનાથનો સ્ટાર પ્રચારક તરીકેનો દરજ્જો છીનવી લીધો છે. ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશમાં યોજવામાં આવી રહેલી પેટા ચૂંટણીને લઇને પ્રચાર ચાલી રહ્યો છે.

  • If any campaign is done by Kamal Nath from now onwards, the entire expenditure will be borne by the candidate in whose constituency campaign is being undertaken, says Election Commission. https://t.co/M0N1tcfoV7

    — ANI (@ANI) October 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કમલનાથ પાસે પ્રચાર કરાવનારાએ પ્રચાર ખર્ચ ભોગવવો પડશે

ચૂંટણી પંચે કહ્યું કે, જો પંચના આદેશ બાદ પણ કમલનાથ કોઈ પ્રકારનો ચૂંટણી પ્રચાર કરશે, તો સંબંધિત ઉમેદવારે પ્રચાર ખર્ચ ભોગવવો પડશે.

અગાઉ ચૂંટણી પંચે કમલનાથને નોટિસ મોકલી હતી

આ અગાઉ ચૂંટણી પંચે 21 ઓક્ટોબરના રોજ મધ્ય પ્રદેશના ડબરા વિધાનસભા વિસ્તારમાં ભાજપ ઉમેદવાર ઈમરતી દેવી અંગે વિવાદિત ટીપ્પણીનો ઉપયોગ કરવા પર કોંગ્રેસ નેતા કમલનાથને નોટિસ મોકલી હતી. ચૂંટણી પંચે આ સમયે કમલનાથને 48 કલાકમાં જવાબ આપવા અંગે કહ્યું હતું.

રાહુલ ગાંધી પણ કમલનાથથી નારાજ

મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ખેડૂત, રોજગાર, મોંઘવારીથી મોટો મુદ્દો કમલનાથની ટીપ્પણી થઇ છે. વિવાદિત શબ્દનો ઉપયોગ કરવા પર પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ ઘેરાયા છે. ભાજપની સાથે જ કોંગ્રેસના નેતાઓ પણ તેમનાથી દૂર થવા લાગ્યા છે. ખૂદ રાહુલ ગાંધીએ પણ કમલનાથની ટીપ્પણી પર નારાજગી દર્શાવી છે.

Last Updated : Oct 30, 2020, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.