કેન્દ્રીય ચૂંટણી પંચે નમો ટીવી પર કડક વલણ અપનાવ્યું છે. ચૂંટણી પંચના આદેશ મુજબ પહેલાથી રેકોર્ડ કરેલી સામગ્રીના પ્રસારણ પર રોક લગાવી દીધો છે.આ નિર્ણય મતદાનમાં 48 કલાક પહેલા લાગૂ પડી જશે. જો કે, તેમા લાઈવ કવરેજ થઈ શકશે.
આ મામલે પંચે તાજેતરમાં જ નિર્ણય લીધો છે જેમાં પ્રસારણ સંબંધિત સામગ્રી સાથે જોડાયેલો આદેશ આપ્યો છે. આદેશ મુજબ નમો ટીવી પર સાઈલેંસ પીરિયડ(ચૂંટણી પ્રચાર શાંત થાય પછી) ચૂંટણી સામગ્રીનો પ્રસાર કરી શકાશે. આ નિર્ણય દરેક તબક્કામાં લાગૂ પડશે.
ચૂંટણી પંચે કહ્યું હતું કે, આ આદેશ તમામ તબક્કામાં લાગૂ પડશે તથા તેનું પાલન કરવું પડશે.
આપને જણાવી દઈએ કે, જનપ્રતિનિધિ કાયદા અનુસાર કલમ 126 મુજબ મતદાનના 48 કલાક પહેલા આ કલમ લાગૂ પડે છે તેમાં કોઈ સિનેમેટોગ્રાફી, ટીવી અથવા અન્ય માધ્યમોથી ચૂંટણી સંબંધિત કોઈ સામગ્રીનું પ્રસારણ કરી શકાય નહીં.
ગત રોજ ચૂંટણી પંચે કહ્યું હતું કે, આ ચેનલ ભાજપ પોષિત છે તથા વધુમાં કહ્યું હતું કે, કોઈ પણ કાર્યક્રમ પ્રસારિત કર્યા પહેલા દિલ્હી MCMC કમિટીને પાસે પ્રમાણિત કરાવવું જરૂરી છે. પંચે બિન પ્રમાણિત તમામ સામગ્ર તુરંત જ હટાવી દેવા આદેશ આપ્યો હતો.