પાકિસ્તાની વાયુસેના સ્થિત પોતાના સંગ્રાહલયમાં મૂકાયેલા આ પૂતળુ વિંગ કમાન્ડર અભિનંદન જેવું દેખાય છે. વિંગ કમાન્ડર બંને દેશોની વાયુ સેનાની લડાઈ દરમિયાન પાકિસ્તાની વાયુસેનાના વિમાનને તોડી પાડ્યા હતા. જો કે, તેમનું વિમાન પાકિસ્તાનમાં પડ્યુ અને અભિનંદન લગભગ ત્રણ દિવસ પાકિસ્તાનની કેદમાં રહ્યા હતા.
મીડિયાના અહેવાલો મૂજબ એયર ચીફ માર્શલ મુજાહિદ અનવર ખાનને આ અઠવાડીયામાં પાકિસ્તાની વાયુસેનાએ નવા સેક્શનનું ઉદ્ઘાટન કર્યુ છે. સંગ્રહાલયના જ્યાં પૂતળુ મુકાયુ છે તે વિભાગનું નામ 'ઑપરેશન સ્વિફ્ટ રિટોર્ટ' છે.