ETV Bharat / bharat

કોવીડ-19ની મગજ ઉપર અસરો ભાગ–1 - COVID and brain

કોવીડ -19 મહામારીને શરૂઆતમાં ફક્ત શ્વસન રોગ તરીકે જોવામાં આવી હતી, જોકે સમય જતાં આ બીમારી એ ખૂબ જ વૈવિધ્યસભર લક્ષણો દર્શાવ્યા છે તેમજ બીમારી થી સાજા થયા  પછીની અસરો પણ સામે આવી છે. નોવલ કોરોનાવાયરસ વિશે ચાલી રહેલા અધ્યયન અને સંશોધન વચ્ચે, ન્યુરોલોજીકલ સમસ્યાઓના કેસો સામે આવ્યા છે. કોવીડ-19 ના દર્દીઓને  મગજને લગતી વિવિધ પરિસ્થિતિઓ જેવી કે મૂંઝવણ, બેભાનતા, સ્વાદ અને ગંધ ગુમાવવી, ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા અને સ્ટ્રોક અને હુમલાની જેવી ગંભીર પરિસ્થિતી પણ સામે આવી છે. હાલમાં ઉપલબ્ધ ડેટા ખૂબ મર્યાદિત છે, તેમ છતાં,અત્રે આપણે ડોકટરો, વૈજ્ઞાનિકો અને વિવિધ સંશોધન સંગઠનોના ચોક્કસ અભ્યાસ વિશે જાણીશું

કોવીડ-19 ની મગજ ઉપર અસરો ભાગ – 1
કોવીડ-19 ની મગજ ઉપર અસરો ભાગ – 1
author img

By

Published : Dec 13, 2020, 10:29 PM IST

મગજ અને ચેતના પર કોવિડ -19ની અસરો

અમે એપોલો હોસ્પીટલ્સ અને મેગ્ના ન્યુરોલોજી, હૈદરાબાદના સલાહકાર ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર શ્રીકાંત વેમુલા સાથે વાત કરી અને તેઓ કહે છે કે , “ નોવલ કોરોનાવાયરસ મગજમાં બહુવિધ રીતે કાર્ય કરી શકે છે અને તે સામાન્ય રીતે નીચે મુજબ અસર કરે છે:

1. થ્રોમ્બોસિસ

થ્રોમ્બોટિક પ્રક્રિયા, જેનો અર્થ થાય છે રક્ત વાહિનીઓ ની અંદર ગંઠાઇ જવું. ગંઠાઇ જવા થી લોહી ના પ્રવાહ માં ખલેલ પહોંચે છે જેના કારણે મગજની અંદર બદલાવ આવી શકે છે, એટલે કે મગજના જે ભાગમાં લોહી ની સપ્લાય બંધ થાય, તેને હાની થઈ શકે છે. આ હાની સ્ટ્રોકનું કારણ પણ બની શકે છે.

2. સ્ટ્રોક

રક્ત વાહિનીઓ પોતાને જ હાની પહોંચાડે છે જેના થી મગજની અંદર રક્તસ્રાવ થઈ શકે છે. રક્તસ્ત્રાવ પણ સ્ટ્રોક નું કારણ બની શકે છે. આ સ્ટ્રોક થી , જે ભાગ અવરોધિત થયો હોય તે ભાગ જેમ કે, હાથ, હાથ અને પગ, મોં, વાણી અથવા દ્રષ્ટિની ખોટ, એક તરફ વિચલન, ચાલવામાં મુશ્કેલી, વગેરેની નબળાઇ આવી શકે છે. કેટલીકવાર, તીવ્ર રક્તસ્રાવ પણ થઈ શકે છે જે કોમા અથવા મૃત્યુ તરફ દોરી શકે છે .

3. સેરેબ્રલ વેનસ થ્રોમ્બોસિસ (સી.વી.ટી)

આ પરિસ્થિતિમાં દર્દીઓ ની ફકત લોહી ની નળીઓ જ નથી ગંઠાથી પરંતુ મગજ ની નસો પણ અવરોધિત થાય છે જે સેરેબ્રલ વેનસ થ્રોમ્બોસિસ (સી.વી.ટી) તરફ દોરી શકે છે.આ પરિસ્થિતિમાં દર્દીને માથાનો દુખાવો, શરીરના કોઈપણ ભાગની નબળાઇ, જાગૃતિ અથવા સેન્સરિયમમાં ફેરફાર, વાઇ અનુભવી શકે છે અથવા તો કોમા સરી શકે છે .

મગજ પર થતી અન્ય અસરો માં આ પણ થઇ શકે છે:

એન્સેફાલીટીસ, જેનો અર્થ મગજ ની બળતરા છે

એન્સેફાલોપથી એ મગજનો રોગ છે, એટલે કે કોઈ સમસ્યા સંપૂર્ણ મગજને અસર કરે છે. જેથી સંપુર્ણ મગજનાં કાર્યો ને ખલેલ પહોંચે છે, જેના પરિણામે સભાનતા ને લગતા હળવા થી ગંભીર બદલાવ આવી શકે છે.

જ્યારે તે હળવા હોય છે, ત્યારે લોકો સામાન્ય રીતે મૂંઝવણભરી સ્થિતિમાં હોય છે

જ્યારે તે ગંભીર હોય છે, ત્યારે લોકો નિંદ્રા અનુભવે છે, ઉંઘે છે અને લાંબા સમય સુધી જાગૃત રહેવામાં અસમર્થ હોય છે

જ્યારે તે ખૂબ ગંભીર બને છે, ત્યારે તેઓ કોમેટોઝ અથવા કોમાની અવસ્થામાં માં જઇ શકે છે

આંચકીનો હુમલો અથવા વાઇ, જે એક બાજુ, બંને બાજુ અથવા આખા મગજમાં હોઈ શકે છે. આ પરિસ્થિતિમાં વાઇ કાં તો જાતે જ આવે છે અથવા મગજની અન્ય સમસ્યાઓનો એક ભાગ બની શકે છે.

આશ્ચર્યની વાત એ છે કે કોવિડ-19 માં, બ્લડ સુગર, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટરોલ લેવલ, સ્ટ્રોકનો પારિવારિક ઇતિહાસ, જેવી પૂર્વ-અસ્તિત્વમાં ન હોય તેવા લોકોને સ્ટ્રોક આવે છે. એવું જોવા મળે છે કે જ્યારે તેઓ કોવીડ-19 થી પીડિત હોય ત્યારે લોકોને સ્ટ્રોક આવે છે અથવા કેટલાક લોકોએ નોવલ કોરોનાવાયરસમાંથી સાજા થયા ના એક મહિના પછી પણ સ્ટ્રોક આવે છે. તેથી, હળવા કોવીડ-19 માંથી સ્વસ્થ થયા ના એક કે બે મહિના પછી પણ દર્દીઓને સ્ટ્રોક અને હેમરેજ થાય છે, જે આશ્ચર્યજનક છે.

મગજને શું થાય છે?

ડૉ. શ્રીકાંત નીચેના સંભવિત કારણો વિશે સમજાવે છે કે શા માટે COVID-19 મગજને અસર કરે છે:

ગંઠાઈ જવાના પરિબળોમાં સંભવત: બદલાવ આવે છે, પરિણામે રક્ત વાહિનીઓ અને નસોના ગંઠાય છે

રોગપ્રતિકારક શક્તિના કાર્યમાં દખલ પણ થાય છે, જેનાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો અનિચ્છનીય વધારો થાય છે, પરિણામે વ્યક્તિના પોતાના શરીરના કાર્યોમાં ખલેલ પડે છે.

અધ્યયનો અને તાજેતરના સમાચાર અહેવાલોએ પણ બતાવ્યું છે કે ચાઇના અને જાપાનમાં નોંધાયેલા કેટલાક કેસોમાં, કરોડરજ્જુના પ્રવાહીમાં વાયરસની આનુવંશિક સામગ્રી મળી આવી હતી, જ્યારે ફ્લોરિડામાં નોંધાયેલા એક કેસમાં મગજના કોષોમાં વાયરલ કણો જોવા મળ્યા હતા. આનાથી વાયરસ લોહીના પ્રવાહ અથવા જ્ઞાનતંતુ ના અંત સુધી પ્રવેશ કરે તેવી સંભાવના બતાવી છે. કોવીડ-19 ના કેટલાક દર્દીઓમાં સુંઘવાની શક્તિમાં ઘટાડો થાય છે એ સંકેત આપે છે કે વાયરસ ઘ્રાણેન્દ્રિય ગોળા દ્વારા દાખલ થયો છે, જે નાકની ઉપરની બાજુએ આવેલું છે અને મગજમાં ગંધ વિશેની માહિતીનો સંપર્ક કરે છે. બીજો સિદ્ધાંત સૂચવે છે કે કોવીડ-19 પ્રેરિત શરીરમાં તમામ શારીરિક પરિવર્તન – વધુ તાવ થી માંડીને નીચા ઓક્સિજન ના સ્તર થી લઈને બહુવિધ અંગ નિષ્ફળતા સુધી જે મગજમાં નિષ્ક્રિયતામાં ફાળો આપે છે, અથવા તેમાં હિસ્સો લે છે, જેમ કે ઘણા ગંભીર કોવીડ-19 દર્દીઓ માં ચિત્તભ્રમણા અથવા કોમા જોવા મળે છે.

તેથી, નોવલ કોરોનાવાયરસ થી ચેપગ્રસ્ત લોકોની ચેતાતંત્ર પર અસર થતી જોવા મળી છે, પરંતુ ચોક્કસ કારણ હજી પણ જાણી શકાયુ નથી. જ્યારે થી કોવિડ -19 નો ઉદભવ થયો છે ત્યારથી તેના લક્ષણો અને અસરો આશ્ચર્યજનક રહ્યા છે અને તેથી, મગજ અને શરીર ને લાંબા ગાળાના નુકસાનથી બચવા માટે, આ બીમારી થી બચાવુ એ જ શ્રેષ્ઠ સંભવિત માર્ગ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.