આ નવો કરાર, 9/11 પછીની હિંસા અને આતંકવાદને સમાપ્ત કરવાનો પ્રયાસ છે જેમાં, લગભગ બે દાયકાઓથી અફઘાનિસ્તાનમાં વિનાશ વેર્યો છે તેમજ આ કરાર એ યુ.એસ. ની આગેવાની હેઠળના વિદેશી સૈન્યને, યુદ્ધગ્રસ્ત દેશમાંથી પાછા ખેંચવાનો માર્ગ મોકળો કર્યો છે. જો કે આ કરાર જે રીતે કરવામાં આવ્યો છે, તે સૂચવે છે કે તે અસંતુલિત છે અને વર્તમાન યુ.એસ.ના હિતને પ્રાધાન્ય આપે છે -જે યુ.એસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીની મજબુરીઓ સાથે જોડાયેલ છે.
આ 'ડીલ' માટેની પ્રસ્તાવના સૂચનાત્મક છે અને આ પ્રક્રિયામાં રહેલી રાજકીય નાજુકતા તરફ ધ્યાન દોરે છે, કારણ કે તેમાં નોંધ્યું છે કે યુ.એસ.એ, એ એક એવા જુથ અફઘાન તાલિબાન સાથે કરાર કર્યો છે, જેને તે ઓપચારિક રીતે માન્યતા આપતી નથી - . ઓપચારીક દસ્તાવેજમાં લખ્યું છે કે આ "ઇસ્લામિક અમિરાત અફઘાનિસ્તાન અને યુ.એસ.એ વચ્ચે અફઘાનિસ્તાનમાં શાંતિ લાવવાનો કરાર છે જેને યુનાઇટેડ સ્ટેટ્સ એ રાજ્ય તરીકે સ્વીકાર્યુ નથી .
શાંતિ કરારનો મુખ્ય ભાગ એ છે કે તાલિબાન "કોઈપણ જૂથ અથવા વ્યક્તિ દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સાથીઓની સુરક્ષા વિરૂદ્વ અફઘાનિસ્તાનની ધરતીના ઉપયોગને અટકાવશે" અને બદલામાં યુએસએ.એ " અમલીકરણ પદ્ધતિઓ અને અફઘાનિસ્તાનથી તમામ વિદેશી સૈન્યના પાછી ખેંચવાની સમયરેખા ની ઘોષણા જવાબદારી લીધી છે.
એક જટિલ અને લાંબા સમયસુધી ચાલેલ વાટાઘાટાની પ્રક્રિયામાં, યુ.એસ.એ. એ એક અસ્પષ્ટ તાલિબાન નેતૃત્વ સાથે કામ કરવું પડ્યું હતું જે લોકશાહી રૂપે ચૂંટાયેલી અફઘાન સરકારને માન્યતા આપતું નથી. તેથી કરારમાં રાષ્ટ્રપતિ અશરફ ઘાની, ની અધ્યક્ષતાવાળી લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલી સરકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેઓ ફરીથી ચૂંટાયા છે - જોકે આ નિર્ણયનો તેના હરીફ ડો .અબ્દુલ્લા અબ્દુલ્લા વિરોધ કરવામાં આવ્યો હતો.
અત્રે નોંધનીય છે કે, 11 સપ્ટેમ્બર, 2001 ના રોજ બનેલી હાલાકીજનક ઘટનાઓથી ભારત તાલિબાનો સાથે જોડાવા માટે અનિચ્છા બતાવતું હતું અને તેના બદલે અફઘાનિસ્તાનમાં લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે ટેકો આપતુ હતું. અગાઉ તાલિબાનોએ ડિસેમ્બર 1999 માં ભારતીય નાગરિક વિમાન અપહરણ કરવા માટે ની મદદ કરી કેટલાક આતંકવાદીઓને મક્તી અપાવી હતી અને આ ઘટના ભારતના તાલિબાનો સામેના વિરોધનું કેન્દ્ર છે.
આ ઉપરાંત, રાવલપિંડી દ્વારા આ જૂથને આપવામાં આવેલ સમર્થન અને 1990 ના દાયકાના મધ્યમાં તાલિબાનની પ્રગતિ થઈ ત્યારથી, પાકિસ્તાની સૈન્યનું જી.એચ.ક્યુ, ભારતની અફઘાનિસ્તાન નીતિમાં એક જટિલ પાકિસ્તાન તત્વનો ઉમેરો થયો છે. આ ક્ષેત્રમાં અમેરિકન વ્યૂહાત્મક હિતેને વેગ આપ્યો છે કે જેના બદલામાં શીત યુદ્ધને આકાર આપવામાં આવ્યો હતો. તે સમયની યુ.એસ-યુએસએસઆરની દુશ્મનાવટને કારણે સોવિયતનો અફઘાનિસ્તાનમાં કબજો થયો અને પરિણામે 1980 ના દાયકામાં જ્યારે યુ.એસ પ્રમુખ રોનાલ્ડ રેગન હોદ્દા પર હતા ત્યારે અફઘાન મુજાહિદ્દીનો ઉદય થયો. \
અફઘાનિસ્તાનના લોકોએ 1980 થી, મોટી સત્તાઓ અને તેમના પ્રાદેશિક સાથીઓ કે ભાગીદારો વચ્ચે ની બહુ સ્તરવાળી ખેચમતાણ ને લીધે ખૂબ જ ભારે કિંમત ચૂકવી છે.પરિણામે ભારતના પોતાના હિતને યુ.એસ.-સોવિયતાના પૂર્ણતા એ આકાર આપ્યો છે; ઈરાન-સાઉદીનું ધાર્મિક વિભાજન, પાકિસ્તાનનો જેહાદી ઉત્સાહીઓને સમર્થન અને હવે બી.આર.આઈ (બેલ્ટ અને રોડ પહેલ) માં ચીની રોકાણ, જેના કારણે દક્ષિણ એશિયા ભૂ-રાજકીય રીતે વધુ કેન્દ્રિત થયુ છે.
29 મી ફેબ્રુઆરીના શાંતિ કરાર અંગે દિલ્હીનો જવાબ સાવચેતીભર્યો રહ્યો છે અને નોંધ્યું છે કે: "ભારતની સુસંગત નીતિ એ તમામ તકોને ટેકો આપવાની છે કે જે અફઘાનની આગેવાનીવાળી, અફઘાનની માલિકીની અને અફઘાન નિયંત્રિત પ્રક્રિયા દ્વારા અફઘાનિસ્તાનમાં શાંતિ, સલામતી અને સ્થિરતા લાવી શકે; હિંસાનો અંત લાવી શકે; આંતરરાષ્ટ્રીય આતંકવાદ સાથેના સંબંધોને કાપી શકે અને સ્થાયી રાજકીય સમાધાન તરફ દોરી શકે.. "
તેમાં વધુમાં ઉમેરવામાં આવ્યું છે: "એક પાડોશી તરીકે, ભારત સરકાર જ્યાં અફઘાનિસ્તાન સમાજના તમામ વર્ગના હિતની સુરક્ષા હોય ત્યાં શાંતિપૂર્ણ, લોકશાહી અને સમૃધ્ધ ભાવિ ની મહત્વાકાંક્ષાઓને સાકાર કરવા માટે અફઘાનિસ્તાનની જનતાને અને સરકાર ને તમામ મદદ આપવાનું ચાલુ રાખશે,." દિલ્હી દ્વારા અફઘાનિસ્તાન સરકાર પર ભાર મૂક્યો છે તે અત્રે સંબંધિત છે.
29 ફેબ્રુઆરીના કરારમાં તાલિબાનોની માંગને સમાવવા માટે અફઘાન સરકારની અવગણના કરવામાં આવી છે અને આ રીતે આ કરાર કાબુલ સરકાર સાથે નથી પરંતુ એ આતંકવાદી જૂથની સાથે છે જેની વિરૂદ્વ યુ.એસ.એ 18 વર્ષોથી યુદ્ધ લડ્યું છે અને આ દરમ્યાન કિંમતી જાન અને માલનુ નુકશાન વેઠ્યુ છે.
તાલિબાન સાથે ને આપ-લે માં વાત એ છે કે, આ જૂથ યુ.એસ અને તેના "સાથીઓ" પર હુમલો કરશે નહીં અને આ એવી રચના છે જે ભારતને લાગુ પડતી નથી. આથી જે તત્વો ભારતના હિતોના વિરુદ્ધ છે તેમને આંતકવાદી પ્રવૃતિઓ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે તેવી સંભાવના વધારે છે અને અહીં પરંપરાગત પાકિસ્તાન-તાલિબાનનું જોડાણ ચિંતાનું કારણ છે.
દસ્તાવેજ પર હસ્તાક્ષર થયાના પહેલા જ દિવસે, 29 ફેબ્રુઆરીના કરારની નાજુકતા સપાટી પર આવી ગઈ છે અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગનીએ પહેલેથી જ સૂચવ્યું છે કે આ કરારમાં સમાવિષ્ટ કેદીની અદલાબદલ વોશિંગ્ટન ઇચ્છા મુજબ આગળ વધી શકતી નથી.
દિલ્હી માટે વધુ ગંભીર અસ્વસ્થતા એ છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના પુનરુત્થાનથી આઈ.એસ.આઈ.એસ (ઇસ્લામિક રાજ્ય) જેવા જૂથો અને અલ કાયદાને ફરીથી સ્થળ અને સહાય અને મળી શકે છે જે તેમને પુન:ભેગા કરી શકે છે. આ સંદર્ભમાં, દિલ્હીમાં ફેબ્રુઆરીના અંતમાં થયેલી હિંસા, જેમાં 45 લોકો માર્યા ગયા છે તેના રાજકીય અને સાંપ્રદાયિક રંગ આપી મુસ્લિમ નાગરિકોને નિશાન બનાવ્યાને ઇસ્લામિક રાજ્ય દ્વારા ધ્યાન પર લેવામાં આવ્યું છે.
આઇ.એસ.આઇ.એસ ની સાઇબર વિંગ દ્રારા ઉત્તરપૂર્વી દિલ્હીમાં ટોળા દ્વારા મુસ્લિમ વ્યક્તિને નિર્દયતાથી માર મારવાની એક ભયાનક તસવીરનો ઉપયોગ આવી પ્રતાડનાનો બદલો લેવાની હાકલ માટે કરવામાં આવ્યો હતો જેને આ જુથે વિલાયત- અલ- હિન્દ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આઇ.એસ.આઇ.એસ પાસે ભારતમાંથી કેડરની ભરતી કરવામાં મર્યાદિત સફળતા મળી હતી પરંતુ આ સંભાવવાના કારણે ભારતની આંતરિક સુરક્ષા માટે મોટા પરિણામો આવી શકે છે.
29 ફેબ્રુઆરીના યુએસ-તાલિબાન શાંતિ કરાર નાજુક છે અને તેના હેતુઓ મર્યાદિત છે પરંતુ જેવી કલ્પના કરવામાં આવી રહી તેવી રીતે લાંબાગાળાની અસર તેટલી હકારાત્મક અને અનુકૂળ રહેશે નહીં. આમ, અફઘાનિસ્તાનની ટનલના અંતે અસ્પષ્ટ અજવાળુ યથાવત છે.
કોમોડોર સી ઉદય ભાસ્કર (નિવૃત્ત)