નવી દિલ્હીઃ આ સંવાદમાં તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઈરસની રસી એક દિવસ બની જશે પરંતુ શિક્ષણનું નુકસાન થાય તો તેનો કોઈ વિકલ્પ નથી. આ વખતે સરકારી શાળાઓએ 98 ટકા પરિણામ લાવીને ઇતિહાસ રચ્યો છે. પરંતુ હજુ આગળ ઘણી સિદ્ધિઓ હાંસલ કરવાની છે. તેમણે આ બેઠકમાં વાલીઓ સાથે વાતચીત કરી હતી અને તેમના સૂચનો માંગ્યા હતા.
તેમણે જણાવ્યું કે કોરોના મહામારી માનવ જાતિ માટે સૌથી મોટું સંકટ છે. આ સમયે જ્યારે તમામ વસ્તુઓ બંધ છે ત્યારે બાળકોનું શિક્ષણ અટકવું જોઈએ નહી. જરૂર પડે તો આપણે આપણા ખર્ચમાં કપાત મૂકી દેવો પરંતુ બાળકોને ભણતરમાં મુશ્કેલી આવવી જોઇએ નહી. આ સાથે જ તેમણે બાળકોના માતાપિતાનો સહકાર આપવા બદલ આભાર માન્યો હતો.
આ ઉપરાંત મનીષ સિસોદિયા એ જણાવ્યું કે ઓનલાઇન શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કોરોના પરિસ્થિતિને લીધે કરવો પડ્યો છે. તે પૂર્વયોજિત ન હતું. પરંતુ તેનો પ્રયોગ એકંદરે સફળ રહ્યો. જો કોઈ બાળક ટેકનિકલ રીતે ઓનલાઇન ક્લાસિસ ભરવા માટે સક્ષમ ન હોય તેમના માતાપિતાને સ્કૂલમાં બોલાવી વર્કશીટ પણ આપવામાં આવી હતી.
શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયા એ ત્યારપછી વાલીઓના અનુભવ વિશે માહિતી મેળવી હતી. વાલીઓએ દિલ્હી સરકારની આ પહેલની સરાહના કરી હતી અને જણાવ્યું હતું કે શિક્ષકો વ્યવસ્થિત રીતે બાળકો પર ધ્યાન આપી રહ્યા છે અને વાલીઓ પણ ઘણી મહેનત કરી રહ્યા છે.