ETV Bharat / bharat

કેન્દ્ર સરકારના રાહત પેકેજથી રાજ્યોને કશો લાભ નહીં - અર્થતંત્ર

કેન્દ્ર સરકારના ઘટતા જતા ટેકાને કારણે તેમજ ઘટતી જતી આવકને પગલે અગાઉથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહેલાં રાજ્યોની તકલીફો કોવિડ-19 મહામારીને કારણે અનેકગણી વધી છે.

ો
કેન્દ્ર સરકારના રાહત પેકેજથી રાજ્યોને કશો લાભ નહીં
author img

By

Published : May 21, 2020, 1:07 PM IST

આઠ સપ્તાહના સજ્જડ લોકડાઉન તેમજ સ્વાસ્થ્ય સંભાળ અને કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરવા વધારાના ખર્ચને કારણે રાજ્યોનાં અર્થતંત્રો ઉપર બોજો આવતાં તે લકવાગ્રસ્ત થઈ ગયાં છે. મહેસૂલની આવકની તંગ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં હોવાથી લગભગ તમામ રાજ્યોએ કેન્દ્ર સરકાર સમક્ષ વધારાના ભંડોળની માગણી કરી હતી. વધારાના ખર્ચને પહોંચી વળવા માટે મુખ્યમંત્રીઓને રાજ્યની રાજકોષીય ખાધની મર્યાદા હળવી કરવા છૂટ આપવામાં આવી હતી. ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ (એફઆરબીએમ) એક્ટ હેઠળ રાજ્યોએ તેમની રાજકોષીય ખાધ ત્રણ ટકાથી નીચે જાળવી રાખવી ફરજિયાત છે. પરંતુ સંજોગોને ધ્યાનમાં રાખીને રાજ્યો ચાલુ નાણાં વર્ષ માટે તેમાં વધુ છૂટછાટની માગણી કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના આશરે રૂા. 21 લાખ કરોડના ભપકાદાર સ્પેશિયલ પેકેજથી એક પણ રાજ્યને વાસ્તવિક લાભ થયો નથી. નાણાં મંત્રીએ રાજ્યોની ધિરાણ ક્ષમતા વધારીને પાંચ ટકા કરવાનું પગલું લીધું, તે પ્રશંસનીય છે, છતાં તે માટે જે શરતો રાખવામાં આવી છે, તે અસ્વીકાર્ય છે. આ નાણાં વર્ષે રાજ્યો અગાઉની ત્રણ ટકાની મર્યાદા હેઠળ કુલ રૂા. 6.41 લાખ કરોડનું ધિરાણ મેળવી શકે છે. પરંતુ વધારાનું બે ટકા ધિરાણ (રૂા. 4.28 લાખ કરોડ) કેટલાક સુધારાને આધારે મળવાપાત્ર થશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું કે આ બે ટકા ધિરાણનો એક હિસ્સો સ્પષ્ટ, માપવા યોગ્ય અને શક્ય સુધારા સાથે જોડાયેલો રહેશે. રાજ્યોએ નાણાંકીય ખાધમાં પૂરેપૂરી પાંચ ટકાની રાહત મેળવવા ચાર સુધારામાંથી ઓછામાં ઓછા ત્રણ સુધારા અપનાવીને સિદ્ધિ હાંસલ કરવી આવશ્યક છે. આ ચાર સુધારામાં વન નેશન વન રૅશન કાર્ડ, ઈલેક્ટ્રિસિટીના સુધારા વગેરે સામેલ છે.

પહેલી જુલાઈ, 2017ના રોજ ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટૅક્સ (જીએસટી) અમલી બનાવ્યો તે સમયે વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે “હારમાં પરોવાયેલું આ નવું મોતી એક ભારતના જુસ્સાને વધુ મજબૂત બનાવશે. ” કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વસૂલવામાં આવતા બેવડા કરનું સ્થાન જીએસટીએ લીધું. રાજ્યોની પોતાનાં સ્ત્રોતો દ્વારા થતી આવક 2014-15માં 55 ટકાથી ઘટીને 2020-21માં 50.5 ટકા થઈ ગઈ. રાજ્યો કેન્દ્ર સરકાર કરતાં દોઢ ગણો વધુ ખર્ચ કરતાં હોવા છતાં જીએસટીને કારણે આવકની બાબતમાં રાજ્યોની કેન્દ્ર સરકાર ઉપરની નિર્ભરતા વધી. કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2014થી 2020 દરમ્યાન રૂા. 6.84 લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો. આ રકમ 14મા નાણાં પંચે અંદાજેલી રકમ કરતાં ઘણી વધુ હતી. મહામારીને કારણે આવકના અંદાજો વિક્ષેપિત થયાં છે, ત્યારે રાજ્ય સરકારોએ આરબીઆઈને નાણાંકીય મદદ ઉપર વ્યાજ ઘટાડવાની, કેન્દ્રિય સંસ્થાઓ પાસેથી મેળવેલાં ધિરાણોને રિશિડ્યુઅલ કરવાની તેમજ તેની ઉપર વ્યાજ માફ કરવાની વિનંતી કરી છે. પરંતુ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કે કેન્દ્ર સરકાર તરફથી આ બાબતે હજુ કોઈ ખાતરી અપાઈ નથી. કેન્દ્ર સરકારની ચોખ્ખી આવક 2018-19ના પ્રથમ ત્રિમાસિકમાં રૂા. 1.27 લાખ કરોડ હતી. કેરળે રાજ્યની ઘટતી જતી આવકને કારણે ધિરાણો વધી જશે તે ચિંતાએ 8.96 ટકાના, 15 વર્ષ જૂના બોન્ડ્સ વેચી નાંખ્યા. સરળ નાણાંકીય નીતિ ઘડવી, વધુ ચલણી નોટો છાપવી અને રાજ્યને રિઝર્વ બેન્ક પાસેથી સીધાં ધિરાણ સુગમ બનાવવા જેવાં સૂચનોને ઠંડો પ્રતિસાદ સાંપડ્યો હતો. વર્ષ 2017માં એન. કે. સિંઘ સમિતિએ યુદ્ધ જેવી સ્થિતિ, કુદરતી આફત કે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ જેવી ઘટનાઓમાં એફઆરબીએમમાં રાજ્યો માટે નક્કી કરાયેલી ખાધની મર્યાદાની કલમમાં છૂટ આપવાની ભલામણ કરી હતી. કેન્દ્ર સરકાર આત્મ-નિર્ભર ભારતનો મંત્ર રટવામાં વ્યસ્ત હોય તો તે રાજ્યોની આર્થિક મુશ્કેલીઓને કેવી રીતે ભૂલી શકે ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.