રોબર્ટ વાડ્રાની કંપનીએ બીકાનેરના કોલાયતમાં 275 વીઘા જમીન ખરીદીના કેસમાં તેને અને તેની માતાની ED દ્વારા પૂછતાછ હાથ ધરવામાં આવશે. આ તકે EDએ પૂછતાછ માટે પ્રશ્નોની યાદી તૈયાર કરી છે. રાજસ્થાન હાઇકોર્ટે બીકાનેર જિલ્લાના કોલાયસ ક્ષેત્રમાં 275 વીઘા જમીન ખરીદવાના કેસમાં રોબર્ટ વાડ્રા સિવાય તેની માતાને 12 ફેબ્રુઆરીએ ED સામે રજુ કરવાનો આદેશ આપ્યો હતો.
જેના પછી હાઇકોર્ટે ન્યાયાધીશ પુષ્પેન્દ્ર સિહ ભાટીએ વાડ્રા કંપનીની અરજી પર સુનાવણી તરફથી રાજદીપ રસ્તોગીએ સરકારનો પક્ષ રાખતા જણાવ્યું કે જમીન ખરીદવાના કેસમાં કોઇ ફરીયાદ દાખલ થઇ નથી. કે ન તો તે આરોપી છે.
એક ફરિયાદ પર તેની તપાસ કરવામાં આવે છે, જેને રોકી શકાતું નથી. તેના પર કોર્ટે કંપનીના બધા જ ભાગીદારોને ED સામે રજુ કરવાનો આદેશ આપ્યો છે. ED એ પાછળના વર્ષના છેલ્લા અઠવાડીયામાં રોબર્ટ વાડ્રાને ત્રીજી વખત સમન્સ મોકલ્યું હતું. તેના પહેલા પણ તે બે સમન્સની અવગણના કરી ચુક્યા છે. જેના કારણે વાડ્રા જયપુર પહોંચ્યાં હતા અને આવતીકાલે ED જયપુર કોર્ટમાં રજુ કરશે. જ્યારે, તેના પહેલા સોમવારે રાત્રે 9 કલાકે પ્રિયંકા ગાંધી 9 કલાકે જયપુર ખાતે પહોંચ્યાં હતાં. તે દિલ્હી ચાર્ટર વિમાનથી અહીં સાંગાનેર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા.