- મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથનું નિવેદન
- પૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથે તેમના નિવેદન પર માફી માગી
- ઈમરતી દેવી પર આપ્યું હતું નિવેદન
ભોપાલ: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા કમલનાથ ઇમરતી દેવી પર નિવેદન આપીને મુશ્કેલીમાં ફસાઇ ગયા છે. હવે ચૂંટણી પંચે મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી પાસેથી વિગતવાર આ અંગે રિપોર્ટ માગ્યો છે. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીએ આ માહીતી આપી હતી.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથે તેમના નિવેદન પર માફી માગી
મંગળવારે આ રિપોર્ટ પ્રાપ્ત થવાની સંભાવના છે અને આ રિપોર્ટના આધારે ચૂંટણી પંચ તેનો નિર્ણય લેશે. જોકે, કમલનાથે તેમના નિવેદનની માફી માગી હતી. કમલનાથે કહ્યું કે તેમના નિવેદનથી જો કોઇની સંવેદનાને નુકસાન પહોંચ્યું હોય તો તેઓ માફી માગે છે.
મધ્ય પ્રદેશ પેટા-ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારની તરફેણમાં પ્રચાર દરમિયાન, સોશિયલ મીડિયા પર મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા તેમના પ્રધાનમંડળની તત્કાલીન મહિલા માટે 'આઈટમ' શબ્દનો ઉપયોગ તેમને કર્યો હતો. આ નિવેદન પર ભાજપે કમલનાથને સામંતવાદી વિચાર રાખતા વ્યક્તિ ગણાવ્યા હતા.મહત્વનું છે કે, રાજ્યની 28 વિધાનસભા બેઠકો પર 3 નવેમ્બરે પેટા ચૂંટણીઓ યોજાવાની છે.