બંગાળમાં થયેલી હિંસા દરમિયાન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવામાં આવી હતી. જે બાદ બંગાળના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે, અને ભાજપ દ્વારા હિંસાને લઇને ECમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદને પગલે ચૂંટણી પંચ દ્વારા એક દિવસ વહેલા ચૂંટણી પ્રચાર પર રોક લગાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચના આ નિર્ણયનો વિપક્ષ દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.