અધિકારીઓના જણાવ્યા અનુસાર બુધવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં મૌસમનો વાર્ષિક વરસાદ 116.59 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. નર્મદા નદીમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવચા ભરુચની નર્મદા નદીમાં પાણીનો વધારો નોંધાયો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્થિતીને ધ્યાને રાખી મંગળવાર રાત સુધીમાં જિલ્લાના ઝગડીયા, ભરુચ અને અંકલેશ્વર તાલુકાના નિચાણવાળા વિસ્તારોમાંથી લગભગ 3400 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી દીધા છે. કેવડીયામાં સરદાર સરોવર બંધની ઊંચાઈ 136.92 મીટર સુધી પહોંચી ગઈ છે. 2017માં 138 મીટર સુધી પહોંચ્યા બાદ આ સૌથી વધું ઊંચાઈ છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના મુખ્ય અધિકારી પીસી વ્યાસના જણાવ્યા અનુસાર જળાશયમાં 8.5 લાખ ક્યૂસેક પાણીનો પ્રવાહ છે, જેમાંથી આઠ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, 136.92 મીટરની જળસપાટી પહોંચી ગઈ છે.અમને આશા છે કે, આ મહિનાના અંત સુધીમાં આ ઊંચાઈ 138.68ની આસપાસ પહોંચી જશે.પાણી છોડવા માટે બંધમાંથી કુલ 30 દરવાજામાંથી 23 ખોલી નાખવામાં આવ્યા છે.
રાજ્યના મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને તેના વિસ્તાર ગિર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં બુધવારે સવારે 24 કલાકની અંદર જ સૌથી વધુ 200 મિમિ વરસાદ વરસી ચૂક્યો છે.
તો વળી આ બાજૂ પણ ભરુચના કલેક્ટર એમડી મોડિયાના જણાવ્યા અનુસાર અંકલેશ્વર અને ભરુચને જોડતો ગોલ્ડન બ્રીજ પર નદીના ખતરાનું નિશાન 28 ફૂટથી વધીને ત્રણ ફુટ ઉપર આવી ગયું છે.
કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, આ પાણીના જળસ્ત્રાવને કારણે 22 ગામડા પ્રભાવિત થયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ તથા દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી તથા વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે.