કોલકાતાઃ કોલકાતાના પૂર્વ-પશ્ચિમ મેટ્રો કોરિડોરમાં રવિવારના રોજ બીજો નવો અધ્યાય ઉમેરવામાં આવ્યો છે. દુર્ગાપૂજા પહેલા રેલવે પ્રધાન પિયુષ ગોયલે મહાનગર વાસિયોને ભેટ આપી હતી અને વીડીયો કોન્ફરન્સિંગ દ્વારા પૂર્વ પશ્ચિમ મેટ્રોના બીજા તબક્કાનું ઉદઘાટ કર્યુ હતું. રેલવે પ્રધાનએ અત્યાઆધુનિક સુવિધાથી સજ્જ ફુલબાગન મેટ્રો સ્ટેશનનું ઉદઘાટન કર્યું અને ત્યાંથી પહેલી ટ્રેન સાલ્ટલેક સેક્ટર -5 જવા રવાના કરી હતી. ફુલબાગન એ પૂર્વ પશ્ચિમ મેટ્રોનું પ્રથમ ભૂગર્ભ સ્ટેશન છે.
આ પ્રસંગે રેલવે પ્રધાને કહ્યું કે સેક્ટર 5 થી હાવડા મેદાનને જોડતો 16.55 કિલોમીટર લાંબા ઇસ્ટ વેસ્ટ કોરિડોર પ્રોજેક્ટને ડિસેમ્બર 2021 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
ગોયલે કહ્યું કે વિવિધ કારણોસર આ પ્રોજેક્ટ વિલંબિત થયો છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત હસ્તક્ષેપ અને દેખરેખના કારણે 2015 થી આ પ્રોજેક્ટને ઝડપી ટ્રેક કરવામાં આવી રહ્યો છે. ગોયલે એમ પણ કહ્યું હતું કે પૂર્વ પશ્ચિમ મેટ્રો એ દેશનો આ પ્રકારનો પહેલો પ્રોજેક્ટ છે જેમાં મેટ્રો હુગલી (ગંગા) નદીની નીચે ચાલશે. તેની ટનલનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે.
ફૂલબાગન સીલદાહ સ્ટેશનની નજીક છે, જેના કારણે હવે પ્રવાસીઓને અવર-જવરમાં ઘણી સુવિધાઓ મળશે. આ સેવા શરૂ થતાંની સાથે જ સોલ્ટલેક સેક્ટર -5 થી ખુલતી મેટ્રો હવે ફુલબાગન પહોંચશે. ઉદઘાટન સમયે કેન્દ્રીય રાજ્ય પ્રધાન બાબુલ સુપ્રિયો અને દેવશ્રી ચૌધરી, કોલકાતા મેટ્રો રેલ્વેના જનરલ મેનેજર મનોજ જોશી અને મેટ્રોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.