પોર્ટ બ્લેરઃ બુધવારે સવારે અંદમાનના દરિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 મેગ્નિટ્યુડ નોંધવામાં આવી હતી.
નેશનલ સિસ્મોલોજી સેન્ટરના આધારે બુધવારે વહેલી સવારે 5:19 કલાકે ધરતી ધ્રુજી હતી. અંદમાન નિકોબાર ટાપુથી 71 કિમી દૂર પૂર્વ પોર્ટ બ્લેર નજીક તેનું કેન્દ્ર બિંદુ નોંધવામાં આવ્યું છે.