દિસપુરઃ આસામમાં સવારે 5.26 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપને કારણો લોકોની ઉંઘ ઉડી ગઇ હતી. આસામના સોનિતપુરમાં સવારે 5.26 કલાકે ભૂકંપના તેજ ઝાટકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 3.5 માપવામાં આવી છે. ભૂકંપ ઓછી તીવ્રતાના આંચકા હોવાથી કોઇ જાનહાનિના સમાચાર નથી.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ જણાવ્યું કે, ભૂકંપની તીવ્રતા 3.5 હતી અને ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઇ પ્રકારે નુકસાન જણાયું નથી.
ભૂકંપ આવવા પર શું કરવું
જો ભૂકંપના સમયે તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાઓ.
ઘરમાં કોઇ મજબૂત ટેબલ અથવા ફર્નિચરની નીચે બેસીને હાથથી માથા અને ચહેરાને ઢાંકી લો.
ભૂકંપના ઝાટકા આવે ત્યાં સુધી ઘરની અંદર જ રહો અને ઝાટકા બંધ થાય ત્યાર બાદ બહાર નીકળો.
જો તમે ભૂકંપ સમયે કાટમાળની નીચે દબાયેલા છો તો કોઇ રૂમાલ અથવા કપડાથી તમારું મોં ઢાંકી લો.
કાટમાળ નીચે પોતાની હાજરી દર્શાવા માટે પાઇપ અથવા દિવાલને ઠપકારતા રહો. જેથી બચાવ દળ તમને શોધી લે અને મદદ કરી શકે.