આ ઘટનાને લઇને કલેક્ટર ડૉ.કૈલાશ શિંડેએ જણાવ્યું કે, દહાનૂ તાલુકાના ધુંદલવાડી ગામમાં શુક્રવારે બપોરથી લઇને અત્યાર સુધીમાં ત્રણ ઝટકા આવ્યા છે. તેઓએ જણાવ્યું કે, નુકસાનીના કોઇ સમાચાર સામે આવ્યા નથી.
જિલ્લાના આપાતકાલીન ઘટનાના પ્રમુખ વિવેકાનંદ કદમે જણાવ્યું કે, છેલ્લો ઝટકો સવારે 5 કલાકને 22 મિનિટ પર આવ્યો હતો. જેનું રિક્ટર સ્કેલ 3.9 તીવ્રતા છે.
તેઓએ જણાવ્યું કે આ પહેલા 3.2ની તીવ્રતાનો ભૂકંપ મોડી રાત્રે 12 કલાકને 26 મિનિટ પર આવ્યો અને 9 કલાકને 55 મિનિટ પર 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
દહાનૂ તાલુકામાં છેલ્લા એક વર્ષમાં આવેલા ભૂકંપના ઝટકાનું કેન્દ્ર બિંદુ ધુંદલવાડી ગામમાંથી જ નીકળે છે.