ETV Bharat / bharat

PM મોદીએ મહારાષ્ટ્રમાં વિવાદ વચ્ચે NCPની પ્રશંસા કરી - વડાપ્રધાન મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાજ્યસભાના 250માં સત્રને સંબોધન કર્યું હતું. જે દરમિયાન PM મોદીએ કહ્યું કે, આ સદન ઘણા ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે.

મહારાષ્ટ્ર વિવાદ દરમિયાન PM મોદીએ આવી રીતે કરી NCPની પ્રસંસા
author img

By

Published : Nov 18, 2019, 5:59 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાજ્યસભાના 250માં સત્રને સંબોધન કર્યું. દરમિયાન મોદીએ એનસીપી અને બીજૂ જનતા દળની પ્રશંસા કરી. વડાપ્રધાને કહ્યું કે, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી અને બીજૂ જનતા દળ પાસેથી આપણે શીખવું જોઈએ. કારણ કે, તેમના સભ્યો બેઠક ક્યારેય બેઠક સામે આવતા નથી. તેમણે કહ્યું કે, આ બન્ને પાર્ટી પાસેથી સત્તાધારી પાર્ટી સહિત તમામ પાર્ટીએ શીખવા જેવું છે કે, બેઠક સામે આવ્યા વિના પણ તમે તમારો રાજકીય વિકાસ કરી શકો છો.

વડાપ્રધાન મોદીએ NCPની પ્રશંસા એવા સમયે કરી જ્યારે, મહારાષ્ટ્રમાં NCP અને BJPની પૂર્વ સહયોગી શિવસેના વચ્ચે સરકાર બનાવવા અંગે પ્રયાસો કરી રહ્યા છે.

પોતાના સંબેધનમાં તેમણે આગળ કહ્યું કે, આ સંસદ ઘણા ઐતિહાસિક નિર્ણયનું સાક્ષી છે. રાજ્યસભામાં ઘણા ઈતિહાસ બન્યા છે, ઉપરાંત ઘણી વખત ઈતિહાસને બદલવાનું કાર્ય પણ થયું છે. તેમણે રાજ્યસભાને દૂરદર્શી સદન જાહેર કર્યું.

રાજ્યસભામાં મળનારી તક અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ રાજનીતિથી દૂર રહેનાર લોકોને દેશના વિકાસમાં યોગદાન આપવાની એક તક આપે છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, જ્યારે દેશના કલ્યાણની વાત સામે આવે, રાજ્યસભાએ આગળ વધીને કાર્ય કર્યું છે. તેમણે કહ્યું કે, એવું માનવામાં આવતું હતું કે, ત્રિપલ તલાક વિરૂદ્ધ લાવવામાં આવેલું બિલ આ સદનમાં પાસ નહીં થાય, GST અંગે પણ એવું જ વિચારવામાં આવ્યું હતું, પરંતુ બન્ને બિલ આ સદનમાં પાસ થયાં છે.

PMએ 'સ્થિરતા અને વિવિધતા'ને રાજ્યસભાની બે વિશેષતા જણાવી. તેમણે કહ્યું કે, ભારતની જે તાકત છે. તે સૌથી વધુ આ સદનમાં જ પ્રતિબિંબિત થાય છે. દરેક વ્યક્તિ માટે ચૂંટણીનો અખાડો પાર કરવો સંભવ હોતો નથી. પરંતુ આ વ્યવસ્થાના કારણે આપણે આવા મહાનુભાવોના અનુભવનો લાભ મળે છે.

મોદીએ કહ્યું કે, આનો સૌથી મોટું ઉદાહરણ ખુદ બાબા સાહેબ આંબેડકર છે. તેમને કોઈ કારણોસર લોકસભામાં જવાની તક ન મળી શકી અને તેમણે રાજ્યસભામાં આવીને પોતાનું મૂલ્યવાન યોગદાન આપ્યું.

તેમણે કહ્યું કે, આ સદન 'ચેક એન્ડ બેલેન્સ'નું કામ કરે છે. પરંતુ 'બેલેન્સ અને બ્લૉક'માં અંતર રાખવું જોઈએ. તેમણે રાજ્યસભા સભ્યોને રાય આપી કે, આપણે 'રૂકાવટની જગ્યાએ ચર્ચાનો રસ્તો પસંદ કરવો જોઈએ.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/address-of-pm-modi-in-250th-session-of-rajya-sabha/na20191118152358986

महाराष्ट्र विवाद के बीच पीएम मोदी ने NCP की कुछ यूं की तारीफ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.