ડૂંગરપુરઃ શિક્ષક ભરતી-2018માં ખાલી બેઠકોને ST કોટાથી ભરવાની માગને લઇને શરૂ થયેલું હિંસક આંદોલન શનિવાર દિવસ-દરમિયાન પણ શરૂ રહ્યું હતું. આંદોલનકારી ગત 48 કલાકથી NH-8 પર કબ્જો કરીને બેઠા છે અને પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે. આંદોલનકારીઓએ લૂંટ કરવી પણ શરૂ કરી દીધી છે.
ઉગ્ર પ્રદર્શન વચ્ચે ખેરવાડામાં ફાયરિંગની થયાની પણ માહિતી મળી છે. જેમાં એક યુવકનું મોત થયું છે. મુખ્યપ્રધાને ડૂંગરપુર-ઉદયપુરની સ્થિતિની સમીક્ષા કરી છે. તેમણે પ્રદર્શનકારીઓને શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાની અપીલ કરી છે. આ સાથે જ કહ્યું કે, ન્યાયીક માગ પર વિચાર કરવા માટે સરકાર દરેક સમયે તૈયાર છે.
હિંસક આંદોલનને રોકવામાટે અત્યાર સુધી પોલીસ અને તંત્ર દ્વારા ઘણા પગલાં લેવામાં આવ્યાં છે, પરંતુ સ્થિતિ કાબૂમાં આવતી નથી. આંદોલનને ધ્યાનમાં રાખીને પોલીસે અગાઉ કલમ 144 લાગૂ કરી હતી. ત્યારબાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી હતી, જ્યારે આ મુદ્દો શાંત કરવા માટે જયપુર સ્થિત સરકાર દ્વારા પણ પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. સરકાર તરફથી પ્રતિનિધિમંડળ, આંદોલનકારીઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસો કરી રહ્યું છે.
ટ્રકમાં લગાવી આગ, હોટલમાં કરી લૂંટ
આંદોલનકારીઓએ આસપુર હાઈને પર ડાબેલાના રહેણાંક વિસ્તારમાં લૂંટ શરૂ કરી છે. આ સાથે જ આંદોલનકારીઓએ 7 ટ્રકોને લૂંટી આગ લગાવી અને એક હોટલમાં પણ લૂંટ કરી છે.
ભાજપે બનાવી 3 સભ્યોની કમિટી
ડૂંગરપુરમાં ચાલી રહેલા હિંસક આંદોલન વચ્ચે હવે વિપક્ષ પણ સક્રિય થયું છે. પ્રદેશમાં ભાજપે 3 સભ્યોની એક કમિટી બનાવી છે. ભાજપની આ 3 સભ્યોની કમિટી ડૂંગરપુરનો પ્રવાસ કરી પ્રદેશ અધ્યક્ષ ડૉ.સતીશ પૂનિયાને રિપોર્ટ આપશે. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મુખ્ય પ્રવક્તા અને ધારાસભ્ય રામલાલ શર્માએ જણાવ્યું કે, કમિટીમાં પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને ધારાસભ્ય મદન દિલાવર સાથે ઉદયપુર સાંસદ અર્જુન લાલ મીણા અને પ્રદેશ ઉપાધ્યક્ષ અને ચિતોડગઢ સાંસદ સી.પી.જોશી સામેલ છે.