ETV Bharat / bharat

મુંબઇમાં ભાયખલા જેલ પહોંચી રિયા, અદાલતમાં ફરી જામીન અરજી દાખલ કરી - Jail in Mumbai

મુંબઇમાં ભાયખલા જેલમાં રિયા પહોંચી ગઇ છે. ત્યારે રિયા અને શૌવિકે ફરી જામીન અરજી દાખલ કરી છે.

Rhea Chakraborty
મુંબઇમાં જેલ પહોંચી રિયા, અદાલતમાં ફરી જામીન અરજી દાખલ કરી
author img

By

Published : Sep 9, 2020, 11:26 AM IST

મુંબઇ : બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે મંગળવારે NCBએ કાર્યવાહી કરતા રિયાની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી હતી. NCBએ પોતાના બયાનમાં જણાવ્યું કે, રિયાએ ડ્રગ્સના મંગાવવાના પૈસા દીધા હતા, પરંતુ ડ્રગ્સ લેવાની વાત કબૂલ કરી નહીં. ઉલ્લેખનીય છે કે, 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. જેનો કેસ હજી સુધી ઉકેલાયો નથી. આ કેસમાં NCB સાથે CBI અને ED પણ તપાસ કરી રહી છે.

રિયા અને શૌવિકે ફરી દાખલ કરી જામીન અરજી

રિયા અને શૌવિકે અદાલતમાં ફરી જામીન અરજી દાખલ કરી છે. રિયા પર ડ્રગ્સનું સેવન કરવા અને સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ આપવા સહિતના ગંભીર આરોપ લાગ્યા છે. રિયા ચક્રવર્તીને NCB ઓફિસથી ભાયખલા જેલમાં લઈ જવામાં આવી છે. જ્યાં તેને 14 દિવસ જેલમાં ગુજારવા પડશે. ત્યારે જોવાનું એ રહ્યું કે, રિયાને જામીન અરજી કોર્ટ સ્વીકાર કરશે કે નહી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.