નવી દિલ્હીઃ માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ડ્રાઇવીંગ લાઇસન્સ અને મોટર વ્હીકલ્સના દસ્તાવેજોની સમયમર્યાદા 30 ડિસેમ્બર સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. મંત્રાલયે સોમવારના રોજ આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી.
આ પહેલા મંત્રાલયે 30 સપ્ટેમ્બર સુધી દસ્તાવેજોની મુદ્દત વધારવાની જાહેર કરી હતી. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, મોટર વ્હીકલ એક્ટ 1988 અને સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ નિયમ 1989 હેઠળ ફિટનેસ, પરમિટ્સ, લાઇસન્સ, નોંધણી અથવા અન્ય દસ્તાવેજોની મુદ્દત 30 ડિસેમ્બર 2020 સુધી વધારવામાં આવી છે.
આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે, સંબંધિત દ્સ્તાવેજોની મુદ્દત વધારવી લોકડાઉનના કારણે શક્ય ન હતી તેમજ 1 ફેબ્રુઆરી 2020ના રોજ મુદ્દત સમાપ્ત થઇ હોય તો તેની સમયમર્યાદા વધારી 31 ડિસેમ્બર 2020 સુધી કરવામાં આવી છે.