આગરા: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પરિવાર સાથે તાજમહેલ નિહાળ્યો હતો. આ દરમિયાન ટ્રમ્પની સાથે પત્ની મેલાનિયા, દિકરી ઈવાંકા અને જમાઈ જેરેડ પણ હાજર રહ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ તાજમહેલ જોનારા અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપતિ છે. તાજની ખૂબસૂરતી જોઈને ટ્રમ્પ અને મેલાનિયા મંત્રમુગ્ધ થઇ ગયા હતા. ટ્રમ્પે વિઝિટર બૂકમાં લખ્યું કે, 'તાજમહેલ અમને પ્રેરણા આપે છે. આ ભારતની સંસ્કૃતિની વિભિન્નતા અને સંપન્નતાનો શાનદાર વારસો છે. Thank You India.'
ટ્રમ્પે કરાવી ફોટાગ્રાફી
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પે તાજમહેલમાં ફોટાગ્રાફી પણ કરાવી હતી. ટ્રમ્પ અને મેલાનિયાએ ડાયના સીટ પાસે સેન્ટ્રલ ટેન્ક પર ફોટોગ્રાફી કરાવી હતી, પરંતુ તે સીટ પર બેઠા નહોતા.
દિકરીએ પણ નિહાળ્યો તાજ
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેની પત્ની મેલાનિયાએ તાજમહેલ સ્થિત મુમતાજ અને શાહજહાંની કબર જોઈ હતી. ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પની દિકરી ઈવાંકા અને જમાઈ જેરેડ કુશનરે પણ તાજમહેલ નિહાળ્યો હતો.