તેમની પહેલી મુલાકાત ઉત્તર કોરિયાની સાથે સંબંધ સુધારવા માટે ટ્રંપના પ્રયત્નનો એક ભાગ માનવામા આવ્યો હતો. પરંતુ વિયતનામના હનોઇમાં ટ્રંપ અને કિમની બીજી બેઠકની મંજીલ ઉત્તર કોરિયાનું પરમાણુ નિરસ્તરીયકરણ છે.
વ્હાઇટ હાઉસે હજુ સુધી ટ્રંપના એજેન્ડાને સાર્વાજનિક નથી કર્યો તો કોઇ પણ પ્રકારના સુત્રોએ પણ આ અંગે સ્પષ્ટીકરણ પણ નથી કર્યુ કે, આ બન્ને નેતાઓ વચ્ચેની ખાનગી બેઠકનો પ્રારંભ થશે, સિંગાપુરમાં ટ્રંપ અને કિમે બન્ને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે ઔપચારિક વાતચીત કરવાનું શરૂ થવાના પહેલા 38 મીનીટ સુધી ખાનગી રીતે ચર્ચાઓ પણ કરી હતી.