નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં હવે કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આ દરમિયાન એક સારા સમાચાર સામે આવ્યા છે. બીજા દેશમાંથી કોરોનાની સારવાર માટે અહીં આવેલા વૃદ્ધ દર્દીઓ પણ સારવાર લઈ પરત ફરી રહ્યા છે. આ કિસ્સો દિલ્હીની ધર્મશીલા હોસ્પિટલમાં બન્યો છે, જ્યાં 105 વર્ષીય વૃદ્ધ મહિલા કોરોનાને માત આપી ઘરે પરત ફરી છે.
એક 105 વર્ષીય કોવિડ -19 પોઝિટિવ અફઘાન મહિલા, રાબિયા અહમદ, તેઓ 7 દિવસથી દિલ્હીની શારદા હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા. અહેમદના પરિવારજનોને લાગે છે કે, જાણે ભારત આવ્યા પછી અને અહીંની એક હોસ્પિટલમાં ઈદ નિમિત્તે, ડોકટરોએ તેમના 105 વર્ષના વૃદ્ધ સભ્યને સારવાર આપી સ્વસ્થ કરી ઇદની ભેટ આપી છે.
એઈમ્સ કાર્ડિયો-રેડિયો વિભાગના સહાયક પ્રોફેસર ડૉ.અમરિંદરસિંહે ફેસબુક પર એક ધર્મશિલા હોસ્પિટલના ડોકટરોને અભિનંદન આપતા એક પોસ્ટ શેેેર કરી હતી, જેમાં તેમણે ભારત તરફથી અફઘાન મહિલાના પરિવારજનોને ઇદની ભેટ ગણાવી હતી. વધુમાં જણાવ્યું કે, અફઘાનિસ્તાનની 105 વર્ષની વૃદ્ધ મહિલા રબિયા અહેમદ કોવિડ પોઝિટિવ હતા. તેમની વય અને જે રીતે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આશા ન હતી કે, તેઓ કોરોનાને હરાવી શકશે. પરંતુ ભારતીય ડોકટરોએ આ ચમત્કાર કર્યો છે.