બેંગ્લોર: કોરોના વાઇરસની સારવાર ન મળતાં બેંગ્લોરથી આશરે 50 કિલોમીટર દૂર રામનગર જિલ્લાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિભાગમાં કાર્યરત ડૉ.મંજૂનાથનુ મોત થયું છે.
ડૉ. મંજૂનાથ કોરોના સંક્રમિત દર્દીની સારવાર કરતાં હતાં. આ દરમિયાન તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં તે બિમાર પડ્યા હતા. પરંતુ તે બિમાર થયા ત્યારે તેમને યોગ્ય સારવાર ન મળ્તાં તેમનું મોત થયું છે. સારવાર માટે તે 3 હોસ્પિટલમાં ગયા હતા. પરંતુ ડોકટરોએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. કારણ કે, તેની પાસે કોરોના પરીક્ષણનો રિપોર્ટ નહોતો. તેમનો આખો પરિવાર કોરોના સંક્રમિત છે. તેની માતાનું પણ કોરોનાથી મોત થયું હતું. તેની પત્ની અને પુત્ર સારવાર હેઠળ છે.
25 જૂને ડૉ. મંજૂનાથના પરિવારે દયાનંદ સાગર પરિસર બહાર ફૂટપાથ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ તેમને સાગર હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. તે વેન્ટિલેટર પર હતા. ત્યારબાદ તેમને બેંગ્લોર મેડિકલ કોલેજ રિચર્સ ઇન્સ્ટિટ્યૂટમાં મોકલવામાં આવ્યા હતા. હોસ્પિટલ મેનેજમેન્ટનું કહેવું છે કે, તેમને 9 જુલાઇએ રજા આપવામાં આવી હતી. કારણ કે, તે પ્લાઝમાં થેરાપી કરવા માંગતા હતા.
જ્યારે હોસ્પિટલમાં પ્રમાણપત્ર વિના દર્દીની સારવાર કરવાનો નિર્દશ કરવામાં આવ્યો છે. તે હોસ્પિટલને નોટીસ મોકલવામાં આવી છે, જે તેનું પાલન કરતા નથી. તેમજ ડોકટરને દાખલ ન કરતા હોસ્પિટલના ઓપીડી વિભાગને 48 કલાક સુધી સીલ કરી દેવામાં આવ્યું છે.