કોંગ્રેસ વરિષ્ઠ નેતા DK શિવકુમારને લોહીના ઉંચા દબાણને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને તાજેતરમાં મની લોન્ડિંગના કેસમાં દિલ્હીની જેલમાંથી જામીન મળ્યા હતા. મની લોન્ડિંગના કેસમાં તેમને તાજેતરમાં જામીન મળ્યા હતા. તેઓ દિલ્હીની જેલમાં કેદ હતા. તેમના પરિવારના એક સદસ્યે જણાવ્યું હતું કે, સોમવાર રાત્રે તેમને પીઠનો દર્દ થતો હતો. જે બાદ તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.
ડૉક્ટરે શિવકુમારને ત્રણ દિવસ સંપુર્ણ આરામ કરવાની સલાહ આપી છે. કોઈ લોકોને ન મળવા દેવામાં આવે, તેવું સુચન પણ કર્યું છે.
શિવકુમારને આ મહીનાની શરુઆતમાં ડાયાબિટિસ કોમ્પલિકેશન, હાઈ બ્લડ પ્રેશર, પીઠ દર્દ અને છાતીમાં દુખાવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ED દ્વારા પૂર્વ પ્રધાનની કથિત મની લોન્ડ્રિંગના કેસમાં ધરપકડ કરાઇ હતી. 24 ઑક્ટોબર સુધી તેઓ તિહાડ જેલમાં હતા. 26 ઑક્ટોબરે આવી પહોચેલા પૂર્વ પ્રધાનનું તેમના સમર્થકો અને પાર્ટી કાર્યકર્તાઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.