નવી દિલ્હીઃ દિલ્હીમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા રોગોની સંખ્યા ઝડપથી વધી રહી છે. વરસાદથી એક તરફ આ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. તો બીજી તરફ, આગામી દિવસોમાં આ કેસો વધુ ઝડપથી વધવાની ધારણા છે. સ્થાનિક એજન્સીઓ કોરોના વાઈરસ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા લોકોને આ રોગોથી બચાવવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.
સોમવારે કોર્પોરેશનના સાપ્તાહિક અહેવાલમાં જણાવાયું છે કે, દિલ્હીમાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસ અનુક્રમે 35 અને 45 સુધી પહોંચી ગયા છે. ચિકનગુનિયાના કુલ 23 કેસ પણ અત્યાર સુધીમાં નોંધાયા છે. અધિકારીઓના મતે, આ સંખ્યા ભલે ઓછી લાગે, પરંતુ વાસ્તવમાં તે ખૂબ જ ખરાબ હોઈ શકે છે. રાહતની વાત છે કે રાજધાનીમાં કોઈ પણ વ્યક્તિ આ રોગોના કારણે અત્યાર સુધી જીવ ગુમાવ્યો નથી.
કોર્પોરેશન અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કોર્પોરેશનના કર્મચારીઓ રોગોના નિવારણ માટે કામ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 2020માં અત્યાર સુધીમાં કુલ 28 હજાર 578 ઘરોમાં લારવા મળી આવ્યા છે. બેદરકારીને કારણે 23598 ઘરોને પણ નોટિસ પાઠવવામાં આવી છે. તે જ સમયે, અન્ય પ્રકારની કાર્યવાહી પણ ચાલુ છે.
રાજધાની દિલ્હીમાં હળવા વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા માટે વધુ જોખમી છે. આવી સ્થિતિમાં અહીં સ્થાનિક એજન્સીઓની જેટલી જવાબદારી છે તેટલી જ જવાબદારી સામાન્ય લોકોની પણ છે. દરેક વ્યક્તિને સલાહ આપવામાં આવી છે કે આજુબાજુમાં આવી પરિસ્થિતિઓ ઉભી ન થવા દો, જે આ રોગોનું જોખમ વધારે છે.