ETV Bharat / bharat

દંભ છોડો! કૉવિડ પછીના વિશ્વ સાથે તાલ મિલાવવા શિક્ષણ ક્ષેત્રને મુક્ત કરો - Effect on education during corona

વિદૂરે 'મહાભારત'માં કહ્યું હતું, "જે લોકો કહે કંઈક અને કરે કંઈક, તેમનાથી ચેતો." તેઓ રાજા ધૃતરાષ્ટ્રને દંભી લોકો સામે ચેતવી રહ્યા હતા. પરંતુ તેમની વાત આજના શૈક્ષણિક વાતાવરણને પણ એટલી જ લાગુ પડે છે જેમાં દંભ ઘણી બધી ખોટી માન્યતાઓમાં જડ જમાવીને બેસી ગયો છે. કૉવિડ પછીની દુનિયામાં દંભને પડકારાશે. આ દુનિયામાં માત્ર સક્ષમ, કુશળ અને નવીનતા શોધક લોકો જ ટકી શખશે. દુર્ભાગ્યે, તાજેતરની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે ટૂંક સમયમાં કેન્દ્રીય પ્રધાનમંડળની અનુમતિ માટે આવશે, તેણે આ વાસ્તવિકતાનો સામનો કર્યો નથી.

દંભ છોડો! કૉવિડ પછીના વિશ્વ સાથે તાલ મિલાવવા શિક્ષણ ક્ષેત્રને મુક્ત કરો

author img

By

Published : Jul 11, 2020, 10:18 PM IST

ન્યૂઝ ડેસ્ક: આપણી એક ખોટી માન્યતા એ છે કે જો સરકારે લોકોનું ભલું કરવું હોય તો શિક્ષણ માત્ર સરકારે જ આપવું જોઈએ. આથી ખાનગી શાળાઓને આ આધારે સહન કરી લેવી પડે છે. (1) દંભી જુઠાણું જે તેમને નફો કરતાં રોકે છે, જ્યાં બધા જાણે છે કે હકીકતે તેઓ નફો કરે જ છે. (2) રાજ્યએ ખાનગી શાળાઓને બંધનોમાં જકડીને લાઇસન્સ રાજમાં નાખવી જોઈએ જેથી તેઓ સારું વર્તન કરે. આ ભ્રમ એવી ખોટી માન્યતા પર પાછો આધારિત છે કે આધુનિક દેશોમાં શિક્ષણ માત્ર સરકાર દ્વારા જ અપાય છે. સત્ય એ છે કે અમેરિકા, યુકે અને અરે! સમાજવાદી સ્કેન્ડિનેવિયન દેશોમાં તાજેતરના તમામ શૈક્ષણિક સુધારાઓએ ખાનગી પહેલોને પ્રોત્સાહનો પૂરાં પાડ્યાં છે. વિકસિત દેશોમાં અનેક શાળાઓ ખાનગી સંચાલિત/જનતા દ્વારા ભંડોળ પૂરું પડાતા નમૂના તરફ આગળ વધી રહી છે.

આ ભ્રમને આગળ વધારતાં, ભારતે સરકારી શાળાઓમાં ભારે મૂડીરોકાણ કર્યું છે. પરંતુ પરિણામ દુઃખદાયક છે. ભારતનાં બાળકો આંતરરાષ્ટ્રીય PISA કસોટીમાં 74 દેશોમાંથી 73મા ક્રમે આવે છે, જે માત્ર કિર્ગીસ્તાન કરતાં જ આગળ છે. પાંચમા ધોરણના અડધા વિદ્યાર્થીઓ બીજા ધોરણની ચોપડીમાંથી એક ફકરો વાંચી શકે છે. પાંચમા ધોરણના અડધા કરતાં વધુ વિદ્યાર્થીઓ બીજા ધોરણના ગણિતના સરવાળા કરી શકતા નથી. કેટલાંક રાજ્યોમાં દસ ટકા કરતાં ઓછાં શિક્ષકો ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (ટેટ) પાસ કરી શકે છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં, ચાર પૈકી ત્રણ શિક્ષકો પાંચમા ધોરણના ગણિતના પુસ્તકમાં ટકાવારીના દાખલા ગણી શકતા નથી. સરેરાશ સરકારી શાળામાં, ચાર પૈકી એક શિક્ષક ગેરકાયદે ગેરહાજર હોય છે, બે પૈકી એક જે હાજર હોય છે તે ભણાવતો જોવા મળતો નથી.

આ દુઃખદાયક પરિસ્થિતિના પરિણામે 2.4 કરોડ બાળકોએ 2010-11થી 2017-18 વચ્ચે સરકારી શાળાઓ છોડી દીધી અને ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવી લીધો તેમ સરકારના DISE આંકડા કહે છે. આજે ભારતનાં 47 ટકા બાળકો ખાનગી શાળાઓમાં ભણે છે જેના લીધે 12 કરોડ બાળકો સાથે ખાનગી શાળા પ્રણાલિ વિશ્વમાં ત્રીજી સૌથી મોટી બની છે. આ ખાનગી પ્રણાલિમાં, 70 ટકા માતાપિતા પ્રતિ માસ 1,000 કરતાં થોડી ઓછી જ ફી ભરે છે અને 45 ટકા માતાપિતા રૂ. 500 કરતાં થોડી ઓછી જ ફી ભરે છે. આનાથી એ માન્યતાનો ભાંગીને ભુક્કો બોલી જાય છે કે ખાનગી શાળાઓ માત્ર શ્રીમંત વર્ગ માટે છે.

જે ગતિએ સરકારી શાળાઓ ખાલી થઈ રહી છે તેના આધારે જોવા જઈએ તો, 1,30,000 વધુ ખાનગી શાળાઓની જરૂર છે. સારી શાળામાં પોતાના બાળકનો પ્રવેશ કરાવવા માતાપિતાની લાંબી કતારો જોઈને મન દુઃખી થઈ જાય છે. સારી ખાનગી શાળાની અછતનાં ત્રણ કારણો છે. એક છે લાઇસન્સ રાજ. પ્રમાણિક વ્યક્તિ માટે શાળા શરૂ કરવી ઘણું મુશ્કેલ છે. 35થી 125 અનુમતિની જરૂર પડે છે, જેનો આધાર રાજ્ય પર છે અને દરેક અનુમતિ માટે ટેબલે ટેબલે ફરવાનું અને લાંચ આપવાની. સૌથી વધુ લાંચ આવશ્યકતા પ્રમાણપત્ર (એસેન્શિયાલિટી સર્ટિફિકેટ) (શાળા જરૂરી છે તેવું સાબિત કરવું) અને માન્યતા માટે છે અને સમગ્ર પ્રક્રિયામાં પાંચેક વર્ષ તો નીકળી જ જાય છે.

બીજું કારણ આર્થિક છે. શાળા ચલાવવી એ હવે ફાયદાકારક નથી રહી. સમસ્યા શિક્ષણના અધિકાર કાયદા (આરટીઇ) સાથે શરૂ થઈ હતી જ્યારે સરકારે ખાનગી શાળાઓને ગરીબો માટે ૨૫ ટકા બેઠક અનામત રાખવા ભલામણ કરી હતી. તે સારો વિચાર હતો પરંતુ તેનો અમલ ખરાબ રીતે થયો. રાજ્ય સરકારો અનામત વિદ્યાર્થીઓ માટે ખાનગી શાળાઓને વળતર ચૂકવતી ન હોવાથી, 75 ટકા ફી ચૂકવતા વિદ્યાર્થીઓની ફી ઊંચી જાય છે. આનાથી વાલીઓ તરફથી કકળાટ શરૂ થાય છે અને અનેક રાજ્યો ફી પર નિયંત્રણ મૂકે છે. તેના કારણે ક્રમશ: શાળાઓની આર્થિક સ્થિતિ કથળે છે. ટકી રહેવા માટે શાળાઓએ કરકસર કરવી પડે છે જેના કારણે ગુણવત્તા સાથે સમાધાન કરવું પડે છે. કેટલીક શાળાઓ તો બંધ થઈ ગઈ છે. વધુ કેટલીક આ રોગચાળા પછી થશે.

એક પ્રમાણિક માણસ શા માટે શાળા નહીં ખોલે તેનું ત્રીજું કારણ રાષ્ટ્રીય દંભ છે. કાયદો ખાનગી શાળાને નફો કરતા રોકે છે પરંતુ મોટા ભાગની શાળાઓ નફો તો કરે જ છે. વિશ્વનાં ટોચનાં દસ પૈકી નવ અર્થતંત્રો નફા માટે શિક્ષણને અનુમતિ આપે છે. ભારત જ એક માત્ર દેશ છે જે નથી આપતો. આ બહાનુ પડતું મૂકવાનો સમય આવી ગયો છે. 'નહીં નફા'થી 'નફા' ક્ષેત્રનો આ એક માત્ર બદલાવ ક્રાંતિ લાવી શકે છે. શિક્ષણમાં મૂડીરોકાણનો વરસાદ થશે, પસંદગી અને ગુણવત્તા વધશે. આચાર્યોએ જૂઠાણું નહીં બોલવું પડે અથવા તેમને ચોર નહીં કહેવામાં આવે. કાળાં નાણાં પર અંકુશ લાગશે. 1991 પછી, માતાપિતાઓ પસંદગી અને સ્પર્ધાની કિંમત કરી જાણે છે. જે રીતે તેઓ પાણી, વીજળી અને ઇન્ટરનેટ માટે પૈસા આપે છે તેમ વધુ સારા શિક્ષણ માટે પણ આપશે.

આ ક્રાંતિ માટે વધુ પગલાંની પણ જરૂર પડશે. પ્રમાણિક ખાનગી શાળા ખોલવા માટે લાઇસન્સ રાજ દૂર કરવું પડશે. બીજું, શાળાઓને સ્વાયત્તતા આપવી પડશે જે આધુનિક દેશોમાં છે. આજે કેટલાક અપવાદોને બાદ કરતાં, મોટા ભાગની ખાનગી શાળાઓ સાધારણ સ્તરની છે. શાળાઓને જો આગાહી કરી શકાય તેવાં નિયમનો અને પગાર, ફી તેમજ અભ્યાસક્રમની સ્વતંત્રતા હશે તો જ તેઓ કૉવિડ પછીની ટૅક્નૉલૉજીમાં મૂડીરોકાણ કરશે. ગતિમાન ખાનગી શાળા ક્ષેત્ર ભારત માટે વધુ સારાં પરિણામ આપશે અને તે આવું કામ સરકારી શાળાના ખર્ચના ત્રીજા ભાગમાં કરી બતાવશે. એક ખાનગી શાળા સમાજ માટે ઓછી મોંઘી છે કારણકે સરકારી શિક્ષકોના પગારમાં જંગી વધારો થયો છે. વર્ષ 2017-18માં ઉત્તર પ્રદેશમાં એક જુનિયર શિક્ષકનો શરૂઆતનો પગાર રૂ. 48,918 પ્રતિ માસ હતો અથવા તો તે ઉત્તર પ્રદેશની માથા દીઠ આવકના અગિયાર ગણો હતો.

તાજેતરની શિક્ષણ નીતિ અગાઉની નીતિની જેમ નિષ્ફળ જવાની સંભાવના છે. ભારતના શિક્ષણમાં સુધારાના બે હેતુ હોવા જોઈએ: (1) સરકારી શાળાઓની ગુણવત્તા સુધારો અને (2) ખાનગી શાળાઓને સ્વાયત્તતા આપો. આ માટે સરકારે તેનાં પોતાનાં કાર્યોને પણ અલગ કરવાં જોઈએ: (1) શિક્ષણનું નિયમન કરવું (2) સરકારી શાળાઓ ચલાવવી. આજે, હિતોનો ટકરાવ છે જે બધાં માટે ખરાબ પરિણામોમાં પરિણમે છે. કૉવિડ પછીના વિશ્વ માટે તૈયારી કરવામાં, ભારતને વધુ નવીનતાસભર શાળાની જરૂર છે. આ કામ તો જ થશે જો આપણે આપણી ખાનગી શાળાઓને વધુ સ્વતંત્રતા આપીશું. આ પગલાંઓ દંભને છોડવામાં જ મદદ નહીં કરે પરંતુ આપણને વધુ પ્રમાણિક પણ બનાવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.