દિલ્હી NCR સહિત ગાઝિયાબાદમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ઘણા વર્ષોથી દિવાળી બાદ દિલ્હી NCR ગેસ ચેમ્બર બની રહી છે.
વધતા વાયુના પ્રદૂષણના કારણે દિનેશ પાંડેએ એક સંદેશ આપવાની કોશિશ કરી રહ્યાં છે. જે રીતે આજે તમારે પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. તેમ માણસને પોતાની સાથે પાણીની બોટલ લઇને ચાલવું પડે છે. દિનેશ પાંડે ઓક્સિજન સિલિન્ડર લઇને ફરે છે. અને લોકોને પર્યારવણ વિશે માહિતી આપી છે.
દિનેશ પાંડેએ કહ્યું કે, તેવી જ રીતે પ્રયાવરણના તરફ ધ્યાન નથી આપવામાં આવ્યું. પ્રદૂષણને રોકવા માટે કોઇ પગલા નથી લેવામા આવ્યાં. લોકોને શ્વાસ લેવામાં મુશકેલીનો સામનો કરવો પડે છે.
સતત વધતા હવાના પ્રદૂષણના સ્તરને રોકવામાં સરકાર નિષ્ફળ જઇ રહી છે. સરકાર કોઇ ઢોસ પગલા નથી લેતી. સરકારો એકબીજા પર પ્રદૂષણ વધવાનો આરોપ લગાવતી રહે છે.
દિનેશ પાંડેની આ પહેલમાં તેમની મિત્ર નિશુ મિશ્રાનો સાથ મળી રહ્યો છે. તેમનું કહ્યું છે કે, અમારો પ્રયત્ન છે કે, લોકો પર્યાવરણના સંરક્ષણ માટે જાગરુકતા લાવે.