સુપ્રીમ કોર્ટે અયોધ્યા મુદ્દે ચુકાદો સંભળાવી દીધો છે. કોર્ટનો ચુકાદો આવ્યા બાદ તમામ રાજકીય પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા આવી રહી છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું હતું. સાથે જ તેમણે ભાજપ સરકારને આડે હાથ લેતા એક પ્રશ્ન પૂછ્યો છે. તેમણે પૂછ્યું કે, સુપ્રીમ કોર્ટે રામજન્મ ભૂમિ ચુકાદામાં બાબરી મસ્જિદને તોડવાના કામને ગેર કાયદાકિય અપરાધ માન્યો છે. શું આ કૃત્ય કરનાર લોકોને સજા મળશે ખરી?
તેમણે લખ્યું કે તમામ ધર્મોના રસ્તા અલગ-અલગ હોઈ શકે છે પરંતુ મર્મ એક જ છે અને તે માણસાઈ.
દિગ્વિજય સિંહે ટ્વીટમાં આગળ લખ્યું કે, માનનીય સુપ્રીમ કોર્ટે રામજન્મ ભૂમિ ચુકાદામાં બાબરી મસ્જિદને તોડવાના કામને ગેર કાયદાકિય અપરાધ માન્યો છે. શું આ કૃત્ય કરનાર લોકોને સજા મળશે ખરી? જોઈએ, 27 વર્ષ તો થઇ ગયા.
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પોતાના ટ્વીટમાં લખ્યું, રામજન્મ ભૂમિના ચુકાદાનું તમામ લોકોએ સમ્માન કર્યું છે. કોંગ્રેસે હંમેશાથી એ જ કહ્યું હતું કે, દરેક વિવાદનું નિરાકરણ બંધારણ દ્વારા સ્થાપિત કાયદો અને નિયમોમાં રહીને શોધવું જોઈએ. વિનાશ અને હિંસાનો રસ્તો કોઈના હિતમાં નથી.
આ સાથે જ તેમણે ટ્વીટ કરીને ઈદ-મિલાદ-ઉન-નબીના પ્રસંગે અભિનંદન આપ્યા.