નિરંજનીય અખાડના પૂર્વ મહામંડલેશ્વર બૈરાગ્યાનંદે પોતાના અધિવક્તા માજિદ અલી થકી જિલ્લા અધિકારીને બુધવારે આપેલા આવેદનમાં કહ્યું છે, "કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહના પક્ષમાં પ્રચાર કરતી વખતે તેમના વિજયની પ્રાર્થના કરી હતી. આ દરમિયાન સંકલ્પ લીધો હતો કે આ ચૂંટણીમાં દિગ્વિજયસિંહની હાર થાય તો હવન કુંડમાં બ્રહ્મલીન સમાધિ લેશે."
પત્રમાં આગળ લખ્યું છે કે "સાધુ-સંતો સાથે વિમર્શ કર્યા બાદ વિધિ-વિધાન મૂજબ 16 જૂને બે વાગીને 11 મિનિટે બ્રહ્મલીન સમાધી લેવાનો નિશ્ચય કર્યો છે. જેથી સંકલ્પ પૂકો કતરી શકુ"
બૈરાગ્યનંદે જિલ્લાધિકારી પાસે સમાધિ મટે સ્થાન નિર્ધારિત કરીને મંજૂરી આપવા માટે વિનંતી કરી છે.