- ખેડૂતોના સમર્થનમાં પંજાબના ડીઆઈજીનું રાજીનામું
- મારે મારા ભાઈઓ સાથે ઊભા રહેવું જોઈએ: DIG
- મેં ખૂબ જ સમજી વિચારીને આ નિર્ણય લીધોઃ DIG
ચંદીગઢઃ પંજાબના ડીઆઈજી (જેલ) લખવિંદર સિંહ જાખડે આ અંગે કહ્યું, નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોને આંદોલનને મારું સમર્થન છે. અને આના જ કારણે મે રાજીનામું આપી દીધું છે. મેં શનિવારે રાજ્ય સરકારને મારું રાજીનામું મોકલી આપ્યું છે. પ્રધાન સચિવ (ગૃહ)ને મોકલવામાં આવેલા રાજીનામામાં જાખડે જણાવ્યું કે, તેઓ પોતાના ખેડૂત ભાઈઓને સમર્થન આપવા માટે સમજી વિચારી અને આત્મવિશ્લેષણ કર્યા બાદ આ નિર્ણય લઈ રહ્યા છે. ખેડૂતો કૃષિ કાયદા સામે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા છે.
શિઅદ (લોકતાંત્રિક) નેતા સુખદેવ સિંઘ ઢીંઢસા પોતાનો પદ્મ ભૂષણ એવોર્ડ પરત કરશે
રવિવારે આ અંગે જાખડે કહ્યું, હું પોતે એક ખેડૂત છે અને મેં હંમેશા પોતાની અંતરાત્માનું જ સાંભળ્યું છે અને મને એવું પ્રતીત થાય છે કે, મારે પોતાના ભાઈઓ સાથે ઊભા રહેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, હરિયાણા, પંજાબ અને અન્ય રાજ્યોમાંથી હજારો ખેડૂતો નવા કૃષિ કાયદાનો વિરોધ કરવા અને તેને પાછા લેવાની માગ સાથે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આની પહેલા અકાલી દળના નેતા અને પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશસિંઘ બાદલે કહ્યું હતું કે, આ કાયદાઓના વિરોધમાં તેમણે પદ્મ વિભૂષણ એવોર્ડ પરત કરી દીધો છે. શિઅદ (લોકતાંત્રિક) નેતા સુખદેવ સિંઘ ઢીંઢસાએ ખેડૂતોના સમર્થનમાં પોતાનો પદ્મ ભૂષણ એવોર્ડ પરત કરવાની ઘોષણા કરી છે.