ETV Bharat / bharat

જ્યાં પરશુરામના ફરસા વડે તૂટ્યો હતો ગણેશનો દાંત, ત્યારથી કહેવાયા 'એકદંત', જુઓ છત્તીસગઢનું અદભૂત ગણેશ મંદિર - Ganpati Bappa morya

છત્તીસગઢના દંતેવાડામાં ભગવાન ગણેશની અતિદુર્લભ પ્રતિમા આવેલી છે. અહીં જ પરશુરામ અને ભગવાન ગણેશ વચ્ચે યુદ્ધ થયું હતું. જેમાં ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો અને ત્યારથી તેઓ 'એકદંત' કહેવાયા..

parashuram
પરશુરામ
author img

By

Published : Aug 29, 2020, 8:10 AM IST

દંતેવાડા : છત્તીસગઢના દંતેવાડા જિલ્લાથી એક કિમી દૂર આવેલી છે ઢોલકાલની પર્વતમાળાઓ. આ પર્વતોની આકૃતિ ઢોલ સમાન હોવાને લીધે તેનું નામ ઢોલકાલ પડ્યું છે. ખાસ વાત એ છે કે આ પર્વતમાળાઓમાં બિરાજમાન ભગવાન ગણેશની પ્રતિમા આયુધ સ્વરૂપમાં છે અને તેઓ લલિતાસન મુદ્રામાં બેઠા છે. આ પ્રતિમા ફક્ત છત્તીસગઢના બસ્તરમાં જોવા મળે છે.

પ્રતિમા ફક્ત છત્તીસગઢના બસ્તરમાં જોવા મળે

લગભગ અઢી હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત આ પ્રતિમાના જમણા હાથમાં ફરસુ, ડાબા હાથમાં ટૂટેલો દાંત, નીચલા જમણા હાથમાં માળા અને નીચલા ડાબા હાથમાં મોદક છે. બસ્તરના વિશેષજ્ઞ હેમંત કશ્યપનું કહેવું છે કે, ઢોલકાલની પર્વતમાળાઓમાં ભગવાન શ્રીગણેશ અને પરશુરામ વચ્ચે યુદ્ધ થયું હતું. જેમાં ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો અને ત્યારથી તેઓ 'એકદંત' કહેવાયા હતા. આ પ્રસંગની યાદમાં છિન્દક નાગવંશી રાજાઓએ ભગવાન શ્રીગણેશની પ્રતિમા પ્રસ્થાપિત કરી હતી. તેમણે આ પ્રતિમામાં નાગની આકૃતિ પણ અંકિત કરી હતી.

છત્તીસગઢના દંતેવાડામાં ભગવાન ગણેશની અતિદુર્લભ પ્રતિમા

પરશુરામના ફરસા વડે જ ગણેશજીનો દાંત તૂટ્યો હતો. જેથી આ પહાડની તળેટીએ આવેલા ગામનું નામ ફરસપાલ રાખવામાં આવ્યું છે. જ્યાં ગણેશોત્સવ નિમિત્તે 3 દિવસ મેળાનું પણ આયોજન થાય છે. દક્ષિણ બસ્તરના ભોગા આદિજાતિના લોકો પોતાને ઢોલકટ્ટા ઢોલકાલના મહિલા પૂજારીના વંશજો માને છે. આ પર્વત પર ભગવાન શ્રીગણેશની પ્રતિમાની પૂજા-અર્ચનાની શરૂઆત એક મહિલાએ કરી હતી.

પર્વતોની આકૃતિ ઢોલ સમાન હોવાને લીધે તેનું નામ ઢોલકાલ પડ્યું

પ્રાત:કાળમાં આ મહિલાનો શંખનાદ સમગ્ર પર્વતમાળામાં ગૂંજતો. આજે પણ ફક્ત આ સ્ત્રીના વંશજો જ ભગવાન શ્રીગણેશની પૂજા કરી શકે છે. આ પ્રતિમા ઇન્દ્રાવતી નદીની તળેટીમાં મળી આવેલા પથ્થરોમાંથી બની છે. તેની ઉપર કોઇ છત્ર બનાવવામાં આવ્યું નથી. નૈસર્ગિક રૂપે જ ઉપસ્થિત બેલાડીલા પર્વતોમાંના સૌથી ઉંચા પહાડ પર બિરાજમાન ઢોલકાલ ગણેશના દર્શન કરવા માટે 2500 ફૂટ ઉપર ચડીને જવુ પડે છે. ઢોલકાલની પર્વતમાળાઓ અતિ દુર્ગમ છે, જ્યાં પથરાળ રસ્તા, વિશાળકાય ભેખડો જેવા અનેક અવરોધો પાર કરી ભક્તો ગણેશજી સુધી પહોંચે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.