ETV Bharat / bharat

જાણો, ધારી વિધાનસભા બેઠકની મહત્વની જાણકારી - ધારી વિધાનસભા બેઠક

ગુજરાતની 8 વિધાનસભા બેઠક માટે આજે મતદાન છે. જે પૈકી ધારી વિધાનસભા બેઠક માટે પણ આજે મતદાન છે. ધારી બેઠકની વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. ત્યારે જોઈએ કેવો છે ધારી વિધાનસભા બેઠકનો ઈતિહાસ.

ધારી વિધાનસભા બેઠક
ધારી વિધાનસભા બેઠક
author img

By

Published : Nov 3, 2020, 8:09 AM IST

ન્યૂઝ ડેસ્ક: ગુજરાતની 8 વિધાનસભા બેઠક માટે આજે મતદાન છે. જે પૈકી ધારી વિધાનસભા બેઠક માટે પણ આજે મતદાન છે. ધારી બેઠકની વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. ત્યારે જોઈએ કેવો છે ધારી વિધાનસભા બેઠકનો ઈતિહાસ.

વર્ષ 1962થી ધારીનો વિધાનસભા બેઠકની ચૂંટણીમાં સમાવેશ કરાયો હતો. આ બેઠક પર કુલ 13 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે. આ બેઠક પર માત્ર એક વખત જ મહિલા ઉમેદવારે દાવ ખેલ્યો હતો, પરંતુ તેમનો પરાજય થયો હતો.

વર્ષ 2012માં 94-ધારી બેઠકની ઓળખ મળી

શરૂઆતમાં ધારી બેઠક 38-ધારી-કોડીનાર તરીકે ઓળખાતી હતી, જ્યારે વર્ષ 1975માં 46-ધારી વિધાનસભા તરીકે ઓળખાતી હતી. ત્યારબાદ વર્ષ 2012થી ધારી બેઠકને 94-ધારી બેઠકની ઓળખ મળી છે.

2007માં ભાજપના ઉમેદવારની જીત

વર્ષ 2007માં BJPના વિજેતા ઉમેદવાર બાલુભાઈ તંતી પક્ષ પલટો કરી કોંગ્રેસમાં જોડાયા હતા. જેથી કોંગ્રેસે તેમને ટિકિટ આપી હતી. આ સમયે ભાજપમાંથી મનસુખ ભુવાએ બાલુભાઈ તંતીને ટક્કર આપી હતી. આ ચૂંટણીના પરિણામમાં પક્ષ પલટો કરીને આવનારા બાલુભાઈ તંતીને 27,478 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર મનસુખ ભુવાએ 45,340 મત સાથે ભગવો લહેરાવ્યો હતો.

2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીની જીત

વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કેશુબાપાએ GPP(ગુજરાત પરિવર્તન પાર્ટી)ની સ્થાપના કરી હતી. GPPએ ધારી બેઠર પર નલિન કોટડીયાને ટિકિટ આપી હતી. આ સમયે GPPને ટક્કટ આપવા માટે કોંગ્રેસે કોકિલા કાકડિયાને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં નલિન કોટડિયાને 41 હજાર 516 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કોકિલા કાકડિયાને 39 હજાર 941 મત મળ્યા હતા અને GPPના ઉમેદવાર નલિન કોટડીયાનો વિજય થયો હતો. 2012માં આ બેઠક પરથી પ્રથમ વખત મહિલા ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમનો પરાજય થયો હતો.

2017માં કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જે.વી. કાકડિયાને ટિકિટ આપી હતી, જ્યારે ભાજપે દિલીપ સંઘાણી પર દાવો ખેલ્યો હતો. જેમાં કોંગ્રેસ ઉમેદવાર જે.વી.કાકડિયાને 66 હજાર 644 મત મળ્યા હતા, જ્યારે BJPના ઉમેદવાર દિલીપ સંઘાણીને 51 હજાર 308 મત મળ્યા હતા.

પેટા ચૂંટણીમાં અસર કરી શકે છે આ સ્થાનિક મુદ્દાઓ...

ધારી વિધાનસભાની આ પેટા ચૂંટણીમાં કેટલાંક મુદ્દાઓ ચૂંટણીને અસર કરી છે, જે આ પ્રમાણે છે.

  • કોંગ્રેસના ઉમેદવારનો પક્ષપલટાનો મુદ્દો
  • કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતનો આક્ષેપ '16 કરોડમાં ભાજપમાં વેચાયા ઉમેદવાર'
  • લોકડાઉન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા આકરા દંડ અંગે પ્રજામાં રોષ
  • અતિવૃષ્ટિમાં ખેડૂતોને થયેલા નુકશાનને લઈને કરવામાં આવેલી જાહેરાતો ભાજપના ઉમેદવારને ફાયદો કરાવી શકે છે
  • રોડ રસ્તા, ગટર જેવી પ્રાથમિક સમસ્યાઓને લઈને મતદાતાઓમાં રોષ છે
  • કોરોના કાળમાં યોજાયેલી પેટા ચૂંટણી મતદાનની ટકાવારી પર અસર કરી શકે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.