નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે દિલ્હી હિંસા મામલે જેલમાં બંધ પિંજરા તોડ સંગઠનની કાર્યકર્તા કલીતા દેવાંગનની જામીન અરજીનો નિર્ણય યથાવત રાખ્યો છે. જસ્ટિસ સુરેશ કૈતની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બન્ને પક્ષોની દલીલ સાંભળી 24 ફેબ્રુઆરી સુધીમાં લેખિત દલીલ સોંપવા આદેશ કર્યો છે.
હિંસા સાથે કોઈ સંબંધ નથી
દેવાંગન કલીતા તરફથી દલીલ કરતા વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું કે, કલીતાને એક કેસમાં જામીન આપવામાં આવી હતી. જે કેસમાં જામીન આપવામાં આવી હતી. તેમાં ટ્રાયલ કોર્ટ દ્વારા કલીતાને માત્ર નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધ પ્રદર્શનમાં સામેલ હતી.
વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાનો હક્ક છે
સિબ્બલે જણાવ્યું કે, અત્યાર સુધી કોઈ સાક્ષી નથી કે, જેનાથી સાબિત થઈ શકે કે તે ઘટના સ્થળે હતી અથવા ઘટના સ્થળેથી ભાગી ગઈ હતી. દિલ્હી પોલીસે સ્વીકાર્યું છે કે, કલીતા કોઈ પણ cctv ફૂટેજમાં દેખાઇ નથી. દિલ્હી પોલીસ પાસે કલીતાના ભાષણનો કોઈ વીડિયો કે તસવીર નથી. કલીતાનો એકેડમિક ટ્રેક રેકોર્ડ પણ સારો છે. તેને કોઈ પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાનો પૂરો હક છે.
સિબ્બલે જણાવ્યું કે, અત્યાર સુધી કોઈ એવા સાક્ષી સામે નથી આવ્યા કે જે કલીતા સાક્ષીને પ્રભાવિત કરી શકે કે ભાગી શકે.
તમામના CCTV ફૂટેજ મળવા અશક્ય
કાલીતાની જામીન અરજીનો વિરોધ કરતા દિલ્હી પોલીસના વકીલ એસજી રાજુએ જણાવ્યું કે, કલીતાને એક કેસમાં જામીન મળવાના આધાર પર અન્ય કેસમાં જામીન આપી શકાય નહીં. કલીતા સામે હત્યા અને હત્યાના પ્રયાસની કલમ હેઠળ અન્ય FIR નોંધાઈ છે. આ વિરોધ પ્રદર્શનમાં ઘણા લોકો સામેલ હતા. એવામાં દરેકની cctv ફૂટેજ મળવી અશક્ય છે. ગેરકાયદેસર સભા યોજવા અંગે કાયદો સ્પષ્ટ છે. આવી ભીડમાં સામેલ થવું એ પણ એક ગુનો છે. જામીન મેળવવા માટે એકેડમિક રેકોર્ડનું કોઈ મહત્વ નથી.
કડકડડુમા કોર્ટે જામીન અરજી રદ કરી હતી
ગત 5 ઓગસ્ટના રોજ કોર્ટે દિલ્હી પોલીસને નોટીસ ફટકારી હતી. ગત જુલાઈ મહિનામાં દિલ્હીની કડકડડુમા કોર્ટે કલીતા અને નતાશા નરવાલની જામીન અરજી રદ કરી હતી.
સુનાવણી દરમિયાન બન્ને આરોપીઓના વકીલ અદિતિ એસ પૂજારીએ દલીલ કરતા જણાવ્યું હતું કે, આ મામલે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે અને તપાસ પણ પૂર્ણ થઈ ચૂકી છે. જે માટે બન્નેને કસ્ટડીમાં રાખવાનો કોઈ અર્થ નથી.
દિલ્હી પોલીસે આ દલીલનો વિરોધ કર્યો હતો. આ સાથે દિલ્હી પોલીસે જણાવ્યું કે, બન્ને આરોપી વોટ્સએપના ઈન્ડિયા અગેઇન્સ્ટ હેટ ગ્રુપના મેમ્બર હતા. આ મામલે 10 આરોપીઓ વિરુદ્ધ 2 જૂનના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આ મામલે મળી હતી જામીન
ગત 2 જૂનના રોજ દિલ્હીની તીસ હજારી કોર્ટે કલીતાને આ કેસમાં જામીન આપી હતી, પરંતુ ક્રાઈમ બ્રાન્ચે અન્ય FIR મામલે કલીતાની ધરપકડ કરી હતી.
કલીતા પર આરોપ છે કે, તેમને 22 ફેબ્રુઆરીના રોજ જાફરાબાદ મેટ્રો સ્ટેશનની પાસે આવેલા રોડને જામ કરવા માટે લોકોને ઉશ્કેરયા હતા.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં 53 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે 200 લોકો ઘાયલ થયા હતા.