નવી દિલ્હીઃ દેશભરમાં આજે ઇદ-ઉલ-અજહા એટલે કે, બકરી ઇદના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. દિલ્હી સ્થિત જામા મસ્જિદમાં લોકોએ શનિવારે સવારે નમાઝ અદા કરી હતી. જામા મસ્જિદમાં તૈનાત પોલીસકર્મીઓએ થર્મલ સ્ક્રીનિંગ કર્યા બાદ જ લોકોને મસ્જિદમાં પ્રવેશ આપ્યો હતો.
જો કે, જામા મસ્જિદમાં નમાઝ દરમિયાન એકબીજા સાથેના ફોટાઓ જોવા મળ્યા હતા. કોરોના સંકટમાં અમુક નમાઝી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જોવા મળ્યા હતા તો અમુક લોકોએ તેનું ઉલ્લંઘન કર્યું હતું. મસ્જિદમાં આગળ બેઠેલા લોકો અંતર રાખીને નમાઝ કરી રહ્યા હતા, પરંતુ પાછળ બેઠેલા લોકો ખૂબ જ નજીક બેસીને નમાઝ અદા કરી રહ્યા હતા.
થોડા લોકોએ મસ્જિદના પગથિયા પર બેસીને નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ લોકો ઉતાવળમાં એકબીજા સાથે બાહર નીકળતા જોવા મળ્યા હતા. કોઇ વગર માસ્કે મસ્જિદમાં ફરતા જોવા મળ્યા હતા. જો કે, લોકોનું માનવું છે કે, ક્યાંક ને ક્યાંક લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કર્યું છે. તેમનું એમ પણ માનવું છે કે, વધુ લોકોએ નિયમોનું પાલન કર્યું છે.
વધુમાં જણાવીએ તો ઇદ-ઉલ-ફિતર બાદ ઇદ-ઉલ-અજહા એટલે કે, બકરી ઇદ મુસલમાનોનો બીજો સૌથી મોટો પર્વ છે. બંને જ અવસર પર ઇદગાહ જઇને અથવા મસ્જિદમાં વિશેષ નમાઝ અદા કરવામાં આવે છે. ઇદ-ઉલ-ફિતર પર શીર ખુરમા બનાવવાનો રિવાજ છે. જ્યારે ઇદ-ઉલ-જુહા પર બકરો અથવા બીજા જાનવરોની કુરબાની આપવામાં આવે છે.
જો કે, આ વર્ષે કોરોના વાઇરસના સંકટને લીધે સ્થિતિ કંઇક અલગ છે. એ માટે તહેવારો પર જમા થનારી ભીડ પર પણ સરકારે રોક લગાવી છે.