ETV Bharat / bharat

ભારતીય વાયુ સેના દરેક સ્થિતિનો જવાબ આપવા સજ્જ છે: વાયુસેના પ્રમુખ

author img

By

Published : Jun 20, 2020, 12:00 PM IST

લદ્દાખમાં LAC પર હિંસક અથડામણને પગલે ઉભા થયેલા તણાવની વચ્ચે એરફોર્સના માર્શલ આર.કે.એસ. ભદૌરિયા એકેડેમી ફોર કોમ્પ્રિહેન્સિવ ગ્રેજ્યુએશન પરેડ માટે હૈદરાબાદ પહોંચ્યા હતા. જ્યાં એર ચીફ માર્શલે પાસિંગ આઉટ પરેડ દરમિયાન એરફોર્સના જવાનોને સંબોધન કર્યું હતું.

હૈદરાબાદ
હૈદરાબાદ

હૈદરાબાદઃ વાયુસેના એકેડમી ડુંડીગલમાં પાસિંગ આઉટ પરેડનું આયોજન કરાયું હતું. સંયુક્ત સ્નાતક પરેડ બાદ દેશને 19 મહિલા અધિકારી સહિત 123 વાયુ યોદ્ધા મળશે. આ પરેડમાં ભારતીય વાયુસેનાના ફ્લાઈટ્સ કેડેટ્સના પ્રી- કમિશનિંગ પ્રશિશણના સફળ સમાપનના પ્રતીક હતા. નોંધનીય છે કે, આ પરેડમાં RKS ભદૌરિયા હૈદરાબાદ પહોંચ્યાં હતા.

ગલવાનના બહાદુરોનું બલિદાન વ્યર્થ જવા દઈશું નહીંઃ વાયુસેના પ્રમુખ

સૈનિકોને સંબોધન કરતા એર ચીફ માર્શલે કહ્યું હતું કે, અમે દરેક અકસ્મિકતાનો જવાબ આપવા માટે તૈયાર છીએ. હું દેશને ખાતરી આપું છું કે અમે પરિસ્થિતિનો સામનો કરવા માટે કટિબદ્ધ છીએ અને ગાલવાન ખીણના બહાદુર લોકોના બલિદાનોને ક્યારેય નિરર્થક થવા દઈશું નહીં.

વાયુસેના હાઈ ઓપરેશલ અલર્ટ પર...

આ સમયે ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ છે. કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે આર્મી સજાગ છે. બુધવાર મોડી રાત્રે વાયુસેનાના ચીફ આર.કે.એસ. ભદૌરીયાએ લેહ એરબેઝની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે હવાઈ ​​દળ હાલમાં લેહ-લદાખ ક્ષેત્રમાં એલર્ટ પર છે, તેવા સંજોગોમાં આ પ્રવાસનું મહત્વ ખૂબ વધારે હોવાનું જણાવ્યું હતું.

LAC પર તણાવની સ્થિતિ, 10 જવાનોની મુક્તિ બાદ વાતચીત થવાની શક્યતા...

એરફોર્સના ચીફ આર.કે.એસ. ભદૌરિયા બુધવારે રાત્રે શ્રીનગર-લેહ એરબેઝ પર પહોંચ્યા હતા. પ્રવાસની શરૂઆત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને આર્મી સ્ટાફ ચીફ ઓફ એમ.એમ.નરવણે ચીન સાથે ચાલી રહેલા વિવાદમાં સરહદ નજીક લેહ અને શ્રીનગર એરબેઝ ખૂબ મહત્વના છે.

એર ચીફ માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરિયાએ પાસિંગ આઉટ પરેડના રિવ્યૂ મેળવ્યાં હતા. મેરિટ લિસ્ટમાં પહેલું સ્થાન મેળવનાર કૈન્ડેટને સ્વૉર્ડ ઓફ ઓનર અને રાષ્ટ્રપતિની પટ્ટીકાથી સન્માનિત કરાયા હતા.

ઉલ્લેખનીખ છે કે, આ પાસિંગ આઉટ પરેડમાં કેટલાંક પ્રતિબંધને પગલે આયોજિત કરવામાં આવી હતી. જેમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કેડેટસના પરિવારને સામેલ કરાયા નહોતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.