ન્યૂઝડેસ્ક : આ ટીમ, સુક્ષ્મજીવનિવારક ગુણધર્મો ધરાવતા સામાન્ય પોલિમરના સંયોજનનો ઉપયોગ કરીને કોટિંગ વિકસાવે છે અને ફરીથી ઉપયોગમાં લેવાતા વાયરસ રોધક પરમાણુઓ અને વપરાયેલી સામગ્રીનો ઉપયોગ કરી ઓછા ખર્ચા નું દ્રાવણ બનાવે છે. ડોકટરો અને નર્સો, કોવીડ -19 દર્દીઓની સારવાર કરે છે અને તેથી તેમના કામની પ્રકૃતિને લીધે દૂષિત થવા માટે સંવેદનશીલ છે, જેથી આનો તેમને ઘણો ફાયદો થશે કારણ કે આ વસ્તુ તેમને કોવીડ-19 દર્દીઓની સારવાર કરતી વખતે સલામતીના સ્તરમાં વધોરો કરશે. ખર્ચ ઓછો છે તેથી મોટા પાયે ઉત્પાદનમાં પણ થઇ શકશે .
આઈ.આઈ.ટી કાનપુરના રસાયણશાસ્ત્ર વિભાગના સંશોધનકારો પોલિમરનો ઉપયોગ કરીને વાયરસ વિનાશક કોટિંગની રચના કરશે જે બેક્ટેરિયા અને વાયરસના જોડાણનો પ્રતિકાર કરી શકે છે.
પોલિમર કોટિંગમાં અણુઓનો ઉપયોગ કરીને એક વધારાનું રક્ષણ શામેલ કરવામાં આવશે જે ક્યાં તો કોરોના વાયરસ અને ઈન્ફલ્યુએન્ઝા જેવા વાયરસને અસ્થિર અથવા બેઅસર કરી શકે છે. એન્ટિ-માઇક્રોબાયલ પોલિમર કોટિંગ અને ફંક્શનલ દવાઓનો સંયોજન પણ સમન્વયવાદી એન્ટિવાયરલ અસર પ્રદાન કરે તેવી અપેક્ષા છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રોફેસર આશુતોષ શર્માએ જણાવ્યું હતું કે "જ્યારે માસ્કના સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતા પ્રાકરો, તેના કદના આધારે, પેથોજેન્સ અને એરોસોલ્સના ગાળણ અને અવરોધવાનુ દ્વારા કામ કરે છે, ત્યારે કપડા પર સુક્ષ્મજીવનિવારક અને વાયરસરોધક ઘટકો ને સ્થિર કરીને જટીલ વાતાવરણમાં ઉપયોગી થઈ શકે છે. આ ઉપરાંત માસ્ક ના આયુષ્ય વધારવા માટે, તેને ફરીથી ઉપયોગી બનાવવા માટે અને માસ્કનો સલામત નિકાલ થઇ શકે છે. આ વધારાનું સંરક્ષણ જો માસ્કની કિંમતમાં નગ્ણય વધોરો કરી કરવામાં આવે તો ઘણો જ કિમતી હશે.
સંશોધકોની ટીમમાં, પ્રોફેસર એમ.એલ.એન.આર.રાવ, પ્રોફેસર, કેમિસ્ટ્રી વિભાગ નો પણ સમાવેશ છે.
કાનપુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ના ડો.આશિષ કે પાત્રા, સહયોગી પ્રોફેસર, રસાયણવિદ્યા વિભાગ, કાનપુરના ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને કાનપુરના કેમિસ્ટ્રી વિભાગના સહાયક પ્રોફેસર, ડો . નગમા પરવીન નું લક્ષ્ય, ત્રણ મહિનાની અંદર મૂળભૂત નમુનો સ્થાપિત કરવાનું છે અને તેના સંભવિત મોટા પાયે કાર્યક્રમો માટે ક્ષમતાવાળા ઓદ્યોગો અથવા સ્ટાર્ટ-અપ ભાગીદારો સાથે સહયોગ કરવોનો છે.
આ ટીમ, સૂચિત પોલીમર અને ફરી વપરાસ લાયક દવાઓના સંયોજન નો ઉપયોગ પ્રામાણભુત આરોગ્યસંભાળ ઉપયોગિતાઓ જેવી કે સર્જિકલ માસ્ક, મેડિકલ વસ્ત્રો ને આવરણયુક્ત માટે વાપરવા આવશે મેડિકેટેડ માસ્ક અને મેડિકલ વસ્ત્ર (પીપીઈ) બનાવવામાં મદદ કરી શકે .આ પધ્ધતિ જ્યાં ડોકટરો અને નર્સો ચેપગ્રસ્ત દર્દીઓની સારવારમાં દૂષણ માટે સંવેદનશીલ છે તેવા કોરોના વાયરસ અને ફ્લુ વાયરસ અને ઈન્ફલ્યુએન્ઝા જેવા ચેપ સામેના નિવારક પગલા તરીકે મોટા પ્રમાણમાં મદદ કરે તેવી સંભાવના છે.આ રચના, ઓછા ખર્ચે તેમજ સામાન્ય પોલિમર, ફરી વપરાસ લાયક વાયરસ વિનાશક દવાઓના સંયોજન નો ઉપયોગ કરી બનાવી છે તેથી તેનું બહોળા પ્રમાણમાં ઉત્પાદન તેમજ દવાખાનાઓમાં મોટા પ્રમાણ ઉપયોગમાં કરવામાં સરળતા રહેશે.