જન ધન લાભાર્થીઓના ખાતાઓમાં જમા થયેલી રકમમાં સતત વધારો થઇ રહ્યો છે. આ પહેલા 6 જૂને આ ખાતાઓમાં 99,649.84 કરોડ રૂપિયા હતા અને તે પહેલા એક અઠવાડિયા પહેલા 99,232.71 કરોડ રુપિયા હતા.
પ્રધાનમંત્રી જન ધન યોજનાની શરુઆત 28 ઓગસ્ટ, 2014 ના રોજ શરૂ થઈ હતી. તેનો હેતુ તે લોકો સુધી બેંક સુવિધા પહોંચાડવાનો હતો જેઓ આ સુવિધાથી વંચિત હતા. આ ખાતુ એક સેવિંગ એકાઉન્ટ છે, જેમાં ડેબિટ કાર્ડ અને ઓવરડ્રાફટની સુવિધા આપવામાં આવે છે.
આ ખાતાઓમાં લઘુતમ રકમ રાખવી જરુરી નથી. અત્યાર સુધી 28.44 કરોડ ખાતાધારકોને Rupay ડેબિટ કાર્ડ્સ આપવામાં આવ્યા છે. યોજનાની સફળતાથી , સરકારે 28 ઓગસ્ટ 2018 પછી ખોલેલા ખાતાઓ માટે અકસ્માત વીમો એક લાખથી વધારીને 2 લાખ સુધી કર્યો છે. ઉપરાંત ઓવરડ્રાફટ મર્યાદા પણ બમણી કરીને 10,000 રુપિયા કરી છે.