પાકિસ્તાન તરફથી UK પાસેથી કોહિનૂરની માંગ કરવામાં આવી રહી છે. આ 105 કેરેટનો હીરો છેલ્લા 150 વર્ષોથી બ્રિટિશ રાજા પાસે રહ્યો છે. ચૌધરીએ આ માંગનો પણ ઉલ્લેખ કર્યો કે, UK સામ્રાજ્યને બંગાળના દુકાળ અને જલિયાનવાલા બાગ હત્યાકાંડ માટે પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશની માફી માગવી જોઈએ.
વધુમાં કહ્યું હતું કે, આ ત્રાસ આપનારી દુઃખદ ઘટનાઓ UK માટે કલંક રુપ છે. કોહિનૂરને લાહોર સંગ્રહાલયને પરત આપવો જોઇએ. ચૌધરીનું આ નિવેદન UKના વડાપ્રધાન થેરેસાના આ નિવેદન બાદ આવ્યું હતું.
મહત્વનું છે કે થેરેસા મેએ જલિયાવાલા બાગ હત્યાકાંડ બ્રિટીશ ઇન્ડિયન ભારતીય ઇતિહાસ માટે શરમજનક કલંક બતાવતા UK સેનાની આ કાર્યવાહી માટે દુઃખ જતાવ્યુ હતું. તેમણે બુધવારે બ્રિટીશ સંસદમાં જણાવ્યું હતું કે, જે થયું તે માટે અમને ખૂબ જ દુઃખ થાય છે.