નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ બુધવારે ટ્વીટ કરી અને ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, પ્રમુખ ટ્રમ્પ અને તેમની પત્ની આ મહિનાના અંતમાં ભારત પ્રવાસ પર આવી રહ્યાં છે. જેનું ભારતમાં ભવ્ય સ્વાગત કરીશું. વધુમાં વડાપ્રધાને જણાવ્યું કે, પ્રમુખના આવવાથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ સારા બનશે. વધુ જણાવતા કહ્યું કે, બંને દેશ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી અને કરાર કરશે.
ઉલ્લેખનીય છે કે, 24-25ના રોજ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્ર ભારત પ્રવાસ પર આવી રહ્યાં છે. જ્યાં તે દિલ્હી અને અમદાવાદનો પ્રવાસ કરશે. ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે થોડા દિવસો પહેલા ફોન પર ચર્ચા થઇ હતી. જેમા બંને ટોંચના નેતાઓ વચ્ચે સહમતિ થઇ હતી કે, ભારત અમેરિકા વચ્ચે સંબંધો વધુ મજબૂત થશે.