ETV Bharat / bharat

દિલ્હીમાં કોરોના સંક્રમિતનો આંકડો 1 લાખ નજીક પહોંચ્યો

રાજધાની દિલ્હીમાં કોરોના વાઈરસના 2244 નવા કેસ નોંધાયા છે. તેમજ 63 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2244 કેસ નોંધાયો છે. દિલ્હીમાં કોરોના વાઈરસથી મૃત્યુંઆંક સતત વધી રહ્યો છે.

COVID tally
COVID tally
author img

By

Published : Jul 6, 2020, 6:50 AM IST

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે રવિવારના રોજ રાજધાનીમાં કોરોના વાઈરસના 2244 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 63 લોકોના મોત થયા છે. દિલ્હીમાં 3083 લોકો કોરોનાથી સાજા થયા છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસનો આંકડો 1 લાખ નજીક પહોંચ્યો છે.

દિલ્હીમાં કુલ 99,444 લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી 71,339 લોકો આ મહામારીને માત આપી છે. જ્યારે 3067 લોકોના મોત થયા છે. રાજધાની દિલ્હીમાં 25038 એક્ટિવ કેસ છે.

  • Delhi reports 63 deaths and 2,244 new #COVID19 positive cases today. Total number of positive cases stands at 99,444 including 71,339 recovered/discharged/migrated, 25,038 active cases and 3,067 deaths: Delhi Govt pic.twitter.com/ECrQeCu7xn

    — ANI (@ANI) July 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમિત શાહે ટ્વીટ કરી કહ્યું કે, રક્ષા પ્રધાન રાજનાથસિંહની સાથે 1000 બેડવાળી સરદાર પટેલ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં આઈસીયુમાં 250 બેડ છે. ડીઓરડીઓએ ગૃહમંત્રાલય, સ્વાસ્થય મંત્રાલય, સશસ્ત્ર દળો અને ટાટા ટ્રસ્ટની સહાયતાથી 12 દિવસમાં હોસ્પિટલ તૈયાર કરી છે.

2 માર્ચે દિલ્હીમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો હતો અને 4 માર્ચે દિલ્હી સરકાર દ્વારા કોરોનાનું પહેલું હેલ્થ બુલેટિન બહાર પાડ્યું હતું, ત્યારથી 4 મહિના થઈ ગયા છે અને દરેક પસાર થતા મહિના સાથે દિલ્હીમાં કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે. 2 માર્ચથી લઇ 4 જુલાઈ સુધીમાં દિલ્હીમાં કોરોનાના એક લાખ થી વધુ કેસ થઇ ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.