નવી દિલ્હી: સંસદના બંને ગૃહોમાં સોમવારે દિલ્હી હિંસાને લઇ હંગામો થયો હતો. આ હંગામાને લઇ સંસદના બંને ગૃહોને સ્થગિત કરવા પડ્યાં હતાં. સ્થિતિ અસામાન્ય બની ગઇ હતી, જ્યારે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ધક્કા મુક્કી સર્જાઇ હતી. આ સ્થિતિને જોતા આજે પણ એટલે કે સત્રના બીજા દિવસે પણ સંસદમાં હંગામો થાય તેવા અણસાર આવી રહ્યા છે.
હકીકતમાં સોમવારના રોજ બજેટ સત્રના બીજા તબક્કાનો પ્રથમ દિવસ હતો. પહેલા દિવસે જ હિંસાને લઇ હંગામો થયો હતો. કોંગ્રેસની આગેવાનીવાળા વિપક્ષે રાજધાની દિલ્હીમાં થયેલી હિંસા બાબતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના રાજીનામાની માગ કરી હતી.
અમિત શાહના રાજીનામાની માગને લઇ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે દલીલબાજી થઇ હતી. આ સમગ્ર ગરમાગરમી ભર્યા માહોલ વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને સંસદની મર્યાદાને જાળવી રાખવાની અપીલ કરવી પડી હતી, પરંતુ સાંસદોએ અધ્યક્ષની પણ એક ન સાંભળતા ગૃહમાં જ ધક્કા-મુક્કી કરી હતી અને આ તકે અધ્યક્ષ ઓમ બિરલાએ સંપૂર્ણ માહોલને જોતા ગૃહની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરી હતી.
જો કે, આ સ્થિતિને જોતા આજે પણ એટલે કે સત્રના બીજા તબક્કાના બીજા દિવસે પણ સંસદમાં હંગામો થાય તેવા અણસાર આવી રહ્યા છે.