ETV Bharat / bharat

નિજામુદ્દીનની જમાતમાંથી 2000 જમાતિ નીકળ્યાં, 120 લોકોમાં સંક્રમણના લક્ષણ

નિજામુદ્દીનની મરકજ બિલ્ડિંગ કોરોના વાઈરસનું કેન્દ્ર બની છે, ત્યારે તાજેતરના રિપોર્ટ્સ મુજબ, અહીં બુધવારે સવાર સુધીમાં 2000થી વધુ જમાતિયોને બહાર નીકળવામાં આવ્યાં છે. અહીંથી નીકળેલા લોકોની શોધમાં 20થી વધુ રાજ્યોમાં સર્ચ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાંથી ઘણા લોકોને ટ્રેસ કરી લેવામાં આવ્યાં છે.

nizamuddin-markaz-case
નિજામુદ્દીનની જમાતમાંથી 2000 જમાતિ નીકળ્યાં, 120 સંક્રમણના લક્ષણ
author img

By

Published : Apr 1, 2020, 12:28 PM IST

નવી દિલ્હી: નિજામુદ્દીનની મરકજ બિલ્ડિંગ કોરોના વાઈરસનું કેન્દ્ર બની છે, ત્યારે તાજેતરના રિપોર્ટ્સ મુજબ, અહીં બુધવારે સવાર સુધીમાં 2000થી વધુ જમાતિયોને બહાર નીકળવામાં આવ્યાં છે. અહીંથી નીકળેલા લોકોની શોધમાં 20થી વધુ રાજ્યોમાં સર્ચ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાંથી ઘણા લોકોને ટ્રેસ કરી લેવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, મરકજમાંથી ગયેલા 120 લોકોમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમાંથી 77 માત્ર તમિલનાડુમાં છે. 9 દર્દી અંદમાન-નિકોબાર, 4 આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં અત્યાર સુધીમાં 24 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ તેલંગણામાં 6 દર્દી પોઝિટિવ આવ્યાં હતાં. કેસ વધે તેવી શકયતા છે.

મહત્વનું છે કે, દિલ્હી સરકાર મંગળવાર સાંજ સુધીમાં મરકજમાંથી 1,548 લોકોને નીકાળી ચૂકી હતી. કોરોનાના લક્ષણવાળા 500થી વધ લોકો હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે બાકીના ક્વોરેન્ટાઈનમાં છે. 441 લોકોમાંથી 417ની તપાસ કર્યા વગર જ કોરોનાના દર્દી માનીને ઈલાજ શરૂ કરવામાં આવ્યો છે.

સરકારની ચિંતા એટલે વધી ગઈ છે કે, મરકજમાંથી ગયેલા બે હજારથી વધુ વિદેશી જમાતી દેશમાં આમતેમ ફરી રહ્યાં છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને તેમને શોધીને દેશમાંથી બહાર નીકાળવાનો આદેશ આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, મરકજમાંથી ગયેલા સંક્રમિતોના સંપર્કમાં 20 રાજ્યોના 16 શહેરોમાં ઓછામાં ઓછા 10 હજાર લોકો આવ્યાં છે. રાજ્યોને પણ આ લોકોનું લિસ્ટ મોકલવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, મરકજમાં સંક્રમણનો ખુલાસો થયા બાદ કેન્દ્રએ સમગ્ર દેશના 10 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોનાના 16 હોટસ્પોટ નક્કી કર્યાં છે. સોમવાર સુધીમાં આવા 10 હોટસ્પોટ હતા. આ તે જગ્યાઓ છે, જ્યાં સંક્રમણનું કમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ શકે છે. મરકજમાં 1થી 15 માર્ચની વચ્ચે થયેલા કાર્યક્રમમાં દેશ-વિદેશના 5 હજારથી વધુ લોકો સામેલ થયા હતા. આમ છતાં પણ લગભગ 2000થી વધુ લોકો અહીં રોકાયા હતા, જ્યારે મોટાભાગના લોકડાઉન પહેલા જ પોતાના ઘરમાં જતા રહ્યાં હતા.

જો કે, તેલંગણામાં આ કાર્યક્રમમાં સામેલ થઈને પરત ફરેલા 6 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંથી સંક્રમણનું કનેક્શન દિલ્હી સહિત 20 રાજ્યો સાથે જોડાઈ રહ્યું છે. જેમાં તમિલનાડુ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, અસમ, ઉતરપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, અંદમાન નિકોબાર, આંધ્રપ્રદેશ, શ્રીનગર, દિલ્હી, ઓડિશા, પં.બંગાળ, હિમાચલ, રાજસ્થાન, ગુજરાત, મેઘાલય, મણિપુર અને છત્તીસગઢ સામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.