નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં આતંકવાદી ઘુસવાની પ્રયાસ કરી રહ્યા છે. જેને લઇને દિલ્હી પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
હોટલોમાં સઘન તપાસ
દિલ્હી પોલીસને ઇનપુટ મળ્યા છે કે, કાશ્મીરના અમુક આતંકીઓ રાજધાની દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેની જાણકારી બાદ તમામ ગેસ્ટ હાઉસ, હોટલ અને કાશ્મીરી નંબરવાળા વાહનોની તપાસ ચલાવવામાં આવી છે. આ સાથે જ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ સેલને પણ એલર્ટ કરવામાં આવી છે અને બધી સુરક્ષા એજન્સીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
બધા જ DCP હાઇ એલર્ટ પર
આતંકવાદીઓની દિલ્હીમાં ઘુસવાની સૂચના બાદથી જ દિલ્હીના બધા જિલ્લાના ડીસીપી, સ્પેશિયલ સેલ, ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ બ્રાન્ચ સહિત બધા જ યૂનિટને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. દિલ્હીના બોર્ડર વિસ્તારોમાં વિશેષ સાવધાની રાખવામાં આવી રહી છે. ખાસ કરીને દિલ્હીના આઉટ નોર્થ જિલ્લાના કેટલાય વિસ્તારોમાં પોલીસ અધિકારીઓને ખાસ નજર રાખવાનું કહેવામાં આવ્યું છે.