નવી દિલ્હીઃ દેશભરમાં લૉકડાઉનની ઘોષણા થયાને 21 દિવસ વીતી ગયા છે જ્યારે તેને વધારીને 19 દિવસ કરવામાં આવ્યા છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર લોકોને લૉકડાઉનને અનુસરવાની અપીલ કરી હતી. પરંતુ કેટલાક લોકો હજી પણ તેનું ઉલ્લંઘન કરી રહ્યાં છે.
પોલીસે મંગળવારે આવા 246 લોકો સામે FIR નોંધી છે. આ સાથે, માસ્ક પહેર્યા વિના બહાર જતા 132 લોકો પર IPCની કલમ 188 હેઠળ FIR નોંધવામાં આવી છે. પોલીસે મંગળવારે 3316 લોકોની અટકાયત કરી હતી જ્યારે 303 વાહનો કબજે કર્યા હતા.
મળતી માહિતી મુજબ દિલ્હીમાં 21 દિવસના લૉકડાઉન બાદ પણ કેટલાક લોકો તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે. સરકાર અને પોલીસ લોકોને સતત લૉકડાઉનનું પાલન કરીને કોરોના સામે લડવામાં સહયોગ આપવા અપીલ કરી રહી છે. ઉપરાંત, બહાર નીકળતા સમયે માસ્ક લગાવવાનું ધ્યાન રાખો, જેથી કોરોના ફેલાવાથી બચી શકાય જેવા અનેક સૂચનો કરવામાં આવે છે. છતાં લોકોને તેનું પાલન કરી રહ્યાં નથી. એટલે પોલીસ નિયમ ભંગ કરનારા સામે કાર્યવાહી કરી રહી છે.
મંગળવારે દિલ્હીના વિવિધ પોલીસ મથકોમાં તાળાબંધીનો ભંગ કરનારા 246 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ સાથે, માસ્ક પહેર્યા વગર બહાર આવેલા 132 લોકો સામે પણ એફઆઈઆર નોંધવામાં આવી છે.
555 પાસ મંગળવારે કરાયા જાહેર
લોકોને જરૂરી ચીજવસ્તુ પહોંચાડવાની સેવાઓ માટે દિલ્હી પોલીસ દ્વારા મંગળવારે 555 મુવમેન્ટ પાસ જાહેર કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, તેમના દ્વારા અત્યાર સુધીમાં 36 હજારથી વધુ મૂવમેન્ટ પાસ જારી કરવામાં આવ્યા છે. આ પાસ પહેલા ફક્ત 14 એપ્રિલ સુધી માન્ય હતી, પરંતુ હવે તેની માન્યતા 3 મે સુધી રહેશે.