ETV Bharat / bharat

દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની તબિયત વધુ લથડી, ઓક્સિજન સપોર્ટ પર રખાયા

આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનને શ્વાસ લેવામાં મુશ્કેલી આવી રહી છે. તેના ફેફસામાં ચેપ વધ્યા પછી તેને ઓક્સિજન સપોર્ટ પર મૂકવામાં આવ્યા છે.

દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી

author img

By

Published : Jun 19, 2020, 5:03 PM IST

નવી દિલ્હી : દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની તબિયત ફરી કથળી છે. સત્યેન્દ્ર જૈનને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે દિલ્હીના આરોગ્ય પ્રધાનને બે દિવસ પહેલા કોરોના વાઇરસથી ચેપ લાગ્યો હતો.

19 જૂન, શુક્રવારે સત્યેન્દ્ર જૈનને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, ત્યારબાદ હવે તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનની સારવાર દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સત્યેન્દ્ર જૈનના ફેફસામાં ચેપ વધી ગયો છે, જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે, સત્યેન્દ્ર જૈનને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં થોડા દિવસો પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેનો કોરોના વાઇરસ ટેસ્ટ પણ કરાયો હતો. તેમનો પ્રારંભિક ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો, જેના પછી તેની હાલતમાં પણ સુધારો થવા લાગ્યો. પરંતુ બાદમાં બીજો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું.

દિલ્હીમાં સતત બીજા દિવસે રેકોર્ડ 2877 સંક્રમિત મળ્યા હતા. અહીંયા 50 હજારની આસપાસ દર્દીઓની સંખ્યા થઈ ગઈ છે. તો બીજી બાજુ મહારાષ્ટ્રમાં 24 કલાકમાં સૌથી વધારે 3752 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 20 હજાર 504 થઈ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.