નવી દિલ્હીઃ આ અરજી વકીલ અજિત પી. સિંહ દ્વારા દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, બંધારણની કલમ 21 મુજબ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓને તેમની પસંદગીના વકીલ પાસેથી કાયદાકીય સલાહ લેવાની પરવાનગી મળવી જોઈએ. આમ ન થવા દેવું તે આ કાયદાનું ઉલ્લંઘન છે.
અરજીકર્તા પોતે તિહાડ જેલમાં તેના અસીલને જામીન અંગે વાતચીત કરવા માટે મળવા ગયો હતો ત્યારે તેને જેલ તંત્ર દ્વારા એમ કહીને અટકાવવામાં આવ્યો હતો અને કહ્યું કે, કેદીઓને વકીલો સાથે વાત કરવાની પરવાનગી નથી. આથી તેણે આ આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે જેના પર દિલ્હી હાઇકોર્ટે સુનાવણી કરતા દિલ્હી સરકારને નોટિસ ફટકારી 29 જૂન સુધીમાં જવાબ માંગ્યો છે.