નવી દિલ્હીઃ દિલ્હી સરકારે 11મેથી 30 જૂન સુધી શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કર્યું છે. સરકારે એમ પણ કહ્યું છે કે, વેેકેશન દરમિયાન પણ સ્કૂલમાં કોઈ પણ એક્ટિવિટી માટે વિદ્યાર્થીને મોકલવામાં આવશે નહીં.
વરિષ્ઠ શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, 'કોવિડ-19 મહામારીને કારણે 23 માર્ચથી સ્કૂલો બંધ છે. 11મેથી 30 જૂન સુધી બધી જ સ્કૂલોનું ઑબ્ઝર્વેશન રાખવામાં આવશે. વેેકેશન દરમિયાન પણ સ્કૂલમાં કોઈ પણ એક્ટિવિટી માટે વિદ્યાર્થીને મોકલવામાં આવશે નહીં.'