નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇને અરવિંદ કેજરીવાલે મંગળવારે નામાંકન દાખલ કર્યુ હતું. કેજરીવાલના નામાંકનને આધારે 2015ના રોજ કેજરીવાલની વાર્ષિક આવક 2.7 લાખ રૂપિયા હતી. જે 2018-19માં વધીને 2.81 લાખ રૂપિયાએ પહોંચી હતી. જાહેર કરેલા સોગંદનામાં અનુસાર, કેજરીવાલ પાસે કોઇ કાર નથી.
પત્નીના નામે કાર નોંધાયેલ
મુખ્યપ્રધાન કાર્યાલયના નામે દિલ્હી સરકારને કુલ 17 ગાડીઓ ફાળવવામાં આવી છે, પરંતુ કેજરીવાલના નામે એક પણ કાર નથી. જો કે, કેજરીવાલના પત્નીના નામે મારૂતિ બલેનો કાર છે.
મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર ચાલુ વર્ષે ફરિયાદોમાં વધારો થયો છે. વર્ષ 2015ના સોગંદનામાં અનુસાર 10 ફરિયાદ હતી, જે વધીને 13 પર પહોંચી છે.
સંપતિમાં વધારો
અરવિંદ કેજરીવાલની સંપતિની જો વાત કરવામાં આવે તો સોગંદનામા અનુસાર, 92 લાખ રૂપિયાની સંપતિ હતી. જેના બજાર ભાવ વધવાને કારણે તે વધીને 1.77 કરોડ રૂપિયાએ પહોંચી છે.